
Nitish Kumar નીતિશ કુમારે રાજ્યસભાનું ફોર્મ ભર્યું, અમિત શાહ હાજર રહ્યાં
Nitish Kumar રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે અને દરેકની નજર પટના પર ટકેલી છે. CM નીતિશ કુમારે આજે રાજ્યસભાના માટે ઉમેદવારીનું ફોર્મ ભર્યું છે. જેને લઈને સમર્થકોમાં રોષ છે જ્યારે નીતિશ કુમારનું કહેવું છે કે ‘ હું રાજ્યસભામાં જવા માંગુ છું. ‘
Nitish Kumar બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે જેના પગલે પટનામાં રાજકીય માહોલ ગરમાયો છે.
Nitish Kumar નીતિશ કુમારે રાજ્યસભા ચૂંટણી માટે ભર્યું ઉમેદવારી પત્ર
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજ્યસભાની ચૂંટણી માટે પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે. ઉમેદવારી નોંધાવતા સમયે તેમના સાથે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. એનડીએ (NDA)ના અન્ય ઉમેદવારો સાથે નીતિશ કુમાર વિધાનસભા પહોંચ્યા હતા. ઉમેદવારી પત્ર ભર્યા બાદ નીતિશ કુમાર મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા હતા. બીજી તરફ અમિત શાહ પટનાના રાજ્ય અતિથિ ગૃહમાં ભાજપ અને જેડીયુના વરિષ્ઠ નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બેઠકમાં આવનારી રાજકીય પરિસ્થિતિ અને સરકારના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.