ગાંધીનગરમાં યોજાઈ ઈન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ઈન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મોટી જાહેરાત
ગાંધીનગર ખાતે નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન(NICDC) દ્વારા આયોજિત ઇન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં કેન્દ્રીય વાણિજ્ય-ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને સીએમની સાથે ઉપસ્થિત રહી હતી. દેશ-વિદેશના ઉદ્યોગકારોને ગુજરાતમાં મૂડીરોકાણ માટે આમંત્રણ પાઠવ્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાત આજે રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું સ્થળ બની ચૂકયું છે. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે પણ આ પ્રસંગે ગુજરાતની વિકાસગાથાની પ્રસંશા કરી હતી.
નરેન્દ્રભાઈ મોદીના સુકાનમાં ગુજરાતના દરેક જિલ્લામાં ઉદ્યોગોએ અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે, અને આજે લોજીસ્ટીક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને સ્ટાર્ટઅપ સુધી દરેક પાસામાં ગુજરાત દેશમાં ટોચનું રાજ્ય બન્યું છે. NICDC દેશમાં વર્લ્ડ-ક્લાસ ઈન્ડસ્ટ્રીયલ શહેરોનું નિર્માણ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં દેશના ચાર શહેરોમાં આ માટેનું આંતરમાળખું તૈયાર કરવામાં આવ્યું છે. આપણા માટે ગૌરવની વાત છે કે ગુજરાતનું ધોલેરા એમાંનું એક છે
ગાંધીનગરમાં યોજાઈ ઈન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ઈન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મોટી જાહેરાત કરાઈ હતી. “ધોલેરા ભીમનાથ રેલવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન ૬ મહિનામાં પૂર્ણ કરાશે” વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાત રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે તેમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું. ધોલેરા–ભીમનાથ રેલવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કામગીરી આગામી ૬ મહિનામાં પૂર્ણ કરાશે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે આયોજિત “ઈન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ”માં જણાવ્યું હતું. કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમશોન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીઅલ કોરિડોરમાં ‘ધોલેરા સર પ્રોજેક્ટ’ સૌથી મહત્વનો હિસ્સો બની રહેશે. તેમણે ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, વિદેશી મૂડીરોકાણ પ્રાપ્ત કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે.
ધોલેરા સર પ્રોજેકટ વિઘ્ન વગર પાર પાડવા સરકારે ખેડૂતોને જમીનના એક વીઘાના અનેક ગણા વધુ ભાવ આપ્યા છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે જેવો હાઈવે બને તેવી શક્યતાઓ છે.