World Cancer Day 2023 :- આ તથ્યનું સમર્થન કરતાં વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે, ફળ અને શાકભાજીનું ઓછું સેવન, શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ, તમાકુનો વિવિધ પ્રકારે’ ઉપયોગ અને દારૂનું સેવન કેન્સરના મુખ્ય કારણ છે.
વિશ્વ સંસ્થાની’ શીટ મુજબ ભારતીય વસતીને અસર કરતા ટોચના કેન્સર ફેફસાં, સ્તન, સર્વાઇકલ, માથું અને ગરદન અને કોલોરેક્ટલ કેન્સર છે. કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ભુજના કેન્સર વિભાગના વડા તરીકે જોડાયેલા અભ્યાસુ એવા ડો. વિકાસ ગઢવી ઉમેરે છે, કચ્છમાં કેન્સર વ્યાપની સ્થિતિ ચિંતા ઉપજાવે તેવી છે. કચ્છમાં તમાકુ અને તમાકુની બનાવટો તેમજ ભેળસેળ અને વેપારના આંકડા કરોડોમાં છે તે હકીકત છે. વિવિધ પ્રકારના ગુટખા અને ચૂના મિશ્રિત માવા' કેન્સરનું મુખ્ય કારણ બન્યા છે.
એક બિનસત્તાવાર અંદાજ મુજબ કચ્છમાં માવા ચાવવાનું પ્રમાણ?લગભગ સરેરાશ રાજકોટ-સૌરાષ્ટ્ર જેટલું થઇ રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ
ફાકી’ માવા ખાવાનું ચલણ સૌરાષ્ટ્રમાં છે. અમદાવાદ ઝાયડસ કેન્સર હોસ્પિટલના ડો. મહેશ ડી. પટેલે આંતરડાના કેન્સર વિશે કહેતાં ઉમેર્યું કે,’ અલ્સરના દર્દીઓએ 20 વર્ષ પછી આંતરડું કઢાવી નાખવું જોઇએ જેથી કેન્સરનું જોખમ ટાળી શકાય.
અલ્સર ભલે ઓછા-વધુ અંતરે અસર બતાવતું હોય અને લોહી પડતું હોય, દવા ચાલુ હોય, પરેજી રખાતી હોય તો પણ 20 વર્ષ પછી કેન્સર થવાનું જોખમ રહેતું હોય છે. આ વાતને ભુજના જાણીતા ગેસ્ટ્રો નિષ્ણાત ડો. સુરેશ હીરાણીએ પણ સમર્થન આપ્યું હતું. ડો. ગઢવી કચ્છમિત્ર સાથે વાત કરતાં કહે છે કે, જિલ્લામાં સ્વાદુપિંડના કેન્સરમાં વિશેષ વધારો જોવા મળ્યો છે. પેશાબની કોથળી, લિવર, મહિલાઓમાં ગર્ભાશય તેમજ અંડાશયના કેન્સરમાં વધારો થયો છે.
સામાન્ય રીતેકિયા સ્ટેજમાં કેન્સર નિદાનિત થાય છે ? તેવા પ્રશ્નનો જવાબ તબીબોએ ત્રીજા-ચોથા સ્ટેજની વાત કરી હતી. કચ્છમાં વ્યસનથી 60 ટકા, વારસાઇથી 5થી 20 ટકા, કોઇ અચોક્કસ કારણથી 20 ટકા કેન્સર થતાં જોવા મળે છે. ખેતીવાડીમાં ઝેરી દવા, રસાયણિક ખાતરોના ઉપયોગથી પેદા થયેલ અનાજ, શાકભાજી, ફળફળાદિ પણ કેન્સર નોતરાંનું કારણ બન્યાનું સાબિત થયું છે. સામાન્ય વ્યકિતએ અકારણ પણ 45 વર્ષે મેમોગ્રાફી (મહિલાઓ માટે), 55 વર્ષે કોલોનોસ્કોપી તથા પેપસ્કેન કરવું હિતકર છે,
જ્યારે’ પુરુષોમાં પ્રોસ્ટેટ (60 વર્ષે) તપાસ કરાવી જોઇએ. ઘણા કિસ્સામાં પ્રોસ્ટેટ પણ કેન્સરનું કારણ બને છે. કેન્સર ખતરનાક બીમારી હોવા છતાં ઉપાય કારગર છે.
નિરાશ થવાની જરૂર નથી. ખર્ચાળ કેન્સર સારવારમાં લોહીના કેન્સર છે, જેમાં બોનમેરો પ્રત્યારોપણ કરવામાં આવે છે. સરકારે’ કેન્સરને આયુષ્માન કાર્ડ હેઠળ કવર કર્યું છે. શ્રી ગઢવી કહે છે, સરકાર સુયોગ્ય વળતર આપે છે તેથી ખાનગી દવાખાનાએ પણ દર્દીના હિતમાં કાર્ડ પદ્ધતિ અપનાવવી જોઇએ. તેણે ઉમેર્યું હતું કે, કે.કે. પટેલ’ સુપર સ્પેશિયાલિટી જેવી મહત્તમ હોસ્પિટલ અને ટ્રસ્ટે કેન્સર વિભાગમાં કાર્ડ શરૂ કરવા પ્રક્રિયા કરી તે કચ્છમાં મોટી ઘટના છે. ટ્રસ્ટે દરેક વિભાગમાં આ રીતે સરકારી યોજના અમલમાં મૂકવી જોઇએ તેવો અંગત મત પણ વ્યકત કર્યો હતો.
આજે સ્ટર્લિંગ ગાંધીધામમાં કિમોથેરાપીની સેવા ઘણા દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. કે.કે. પટેલમાં કાર્ડ શરૂ થયા પછી પ્રતિમાસ 500થી’ વધુ કિમોથેરાપી થવાનો અંદાજ તેમણે વ્યકત કર્યો હતો. કેન્સરમાં ઓપન, લેપ્રો, રોબોટ સર્જરી થઇ રહી છે. એક્સ-રે, પ્રોટોન રેડિયેશન હાલ કે.કે. પટેલ, સ્ટર્લિંગમાં અક્સીર છે. કચ્છનું પ્રથમ ટ્રુબીમ રેડિયેશન ભુજમાં ઉપલબ્ધ છે.તે મોટી વાત ગણાય.
જે રીતના ઉપકરણ અને ઇચ્છાશક્તિ છે તે મુજબ આવનારા સમયમાં કે.કે. પટેલ હોસ્પિટલ કચ્છમાં કેન્સર ક્ષેત્રે નિદાન-સારવાર કરનાર અગ્રીમ રુગ્ણાલય બની જશે તેવું ડો. ગઢવીનું કહેવું છે.’ અમૂક કેન્સર પ્રાથમિક સ્તરે દવાથી પણ ઠીક થાય છે. કેરામાં ગ્રામ્ય પ્રેક્ટિસ કરતા ડો. દિનેશ પાંચાણી કહે છે કે, તબીબ અને દર્દીની જરાસરખી જાગૃતિ વહેલા તબક્કે કર્ક રોગને પારખી શકે છે. તેણે ઉદાહરણ સાથે નિદાનની વાત કરી હતી કે, શરીરે ન મટતું કે વારંવાર થતું ચાઠું પણ ક્યારેક કેન્સર હોઇ શકે છે. ગળાના કેન્સર શરૂઆતના સ્ટેજે મટી શકવાના અનેક દાખલા ઉપલબ્ધ છે. કેન્સર નામ જ ખરાબ છે. દર્દી અને સગાં-વહાલાંને ખબર પડતાં જ મોત સામે દેખાય છે, પણ નિરાશ થવાની જરૂર નથી. પ્રથમ તો વ્યસનથી થતા કેન્સર માટે દર્દી પોતે જવાબદાર છે. કુદરત તરફથી કરાયેલ સજા છે, પણ જે કેન્સર દર્દીના હાથમાં નથી તેની પણ સારવાર હવે ઉપલબ્ધ છે. આશા છોડવાની જરૂર નથી. આજે વિશ્વ કેન્સર દિવસ છે. વિશ્વના વિકસિત દેશો અબજો ડોલર સંશોધન ક્ષેત્રે ખર્ચી રહ્યા છે. ભારતનું મેડિકલ જગત અને સરકાર પણ પ્રયત્નશીલ છે. ત્વચાનું કેન્સર વહેલી તકે શોધી લેવાથી 100 ટકા મટી જાય છે. દેશની વસતીને અસર કરતા સૌથી સામાન્ય કેન્સરમાં સ્તન, ફેફસાં, મોઢાં, પેટ અને સર્વાઇકલ કેન્સરનો સમાવેશ થાય છે.આજે દેશના 21 રાજ્યોમાં રાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ કાર્યક્રમ હેઠળ 27 કેન્દ્રો છે. જે આ જીવલેણ રોગને નાથવા પ્રયત્નશીલ છે. ચિંતા પમાડે એવી વાત એ છે કે, દેશમાં 70 ટકા કેન્સર ગ્રામીણ લોકોને જોવા મળ્યાછે. જિજીવિષાની તીવ્રતા કેન્સર સામે લડત કરવા દર્દીને ઊર્જા પૂરી પાડે છે. આજે કચ્છમાં કેન્સરના દર્દી વધ્યા છે. વસતી’ વધી છે તેમ સ્થાનિકે સારી સારવાર ઉપલબ્ધ થઇ છે તે સારી વાત છે.
Our facebook link:-https://www.facebook.com/crimekingnews