NEWS : પતિ-પત્નીની એક સાથે અંતિમયાત્રા

NEWS: અમરેલીમાં પતિના હાર્ટેએેટેકથી મૃત્યુ બાદ પત્નીએ ગળેફાંસો ખાઈને કરી લીધો આપઘાત, બંનેની સાથે અંતિમયાત્રા નીકળતા ગામ આખું હીબકે ચઢ્યું.


NEWS: અમરેલીના લીલીયામાં પતિના મોતનો આઘાત સહન નહીં કરી શકનાર પત્નીએ પણ જીવનનો અંત લાવી દીધાની ઘટના સામે આવી છે. હાર્ટ એટેકથી પતિના મોત બાદ પત્નીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. પતિ-પત્નીની એક સાથે અંતિમ યાત્રા નીકળતા આખું ગામ હીબકે ચઢ્યું હતું. એક સાથે બે અર્થીઓ ઉઠતા લીલીયા ગામમાં શોકનો માહોલ છવાયો હતો.

વધુ વાંચો

NEWS: યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ

મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના લીલીયા ગામ ખાતે રહેતા ધવલ રાઠોડને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જુવાનજોધ દીકરાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થતા પરિવારજનો તો આઘાતમાં હતા જ પરંતુ આ આઘાત તેની પત્ની પણ સહન કરી શકી.

પતિના વિયોગમાં પત્નીની આત્મહત્યા

NEWS: પતિના મૃત્યુના સમાચાર મળતા જ પત્ની સ્તબ્ધ થઈ ગઈ હતી. પતિના મોતના વિયોગમાં પત્ની પ્રિન્સીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. પરિવાર માટે એક તરફ ધવલનું મૃત્યુ અને બીજી તરફ તેની પત્ની પ્રિન્સીનો આપઘાત બેવડી વજ્રઘાત બની ગયો હતો.

NEWS: બંનેની સાથે નીકળી અંતિમયાત્રા
જે બાદ 6 માસ પહેલા પ્રેમ લગ્ન કરનાર યુગલની એકસાથે અંતિમ યાત્રા નીકળી હતી. આ સમયે પરિવારનો આક્રંદ પણ વાતાવરણમાં કંપારી છોડાવી દેનારો હતો. તો એક સાથે બે અર્થીઓ ઉઠતા લીલીયા ગામમાં પણ શોક છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *