Class 12 Science Result: આવતીકાલે જાહેર કરાશે ધો.12 સાયન્સનું પરિણામ

Class 12 Science Result: ગુજરાત બોર્ડના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. માર્ચ 2023માં યોજાયેલી ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ 2023ની પરીક્ષાનું પરિણામ આવતીકાલે એટલે કે 2 મે, 2023ના રોજ સવારે 9 કલાકે જાહેર કરવામાં આવશે.

ગુજકેટનું પણ જાહેર કરાશે પરિણામ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ GSEBની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સવારે 9 વાગ્યે પોતાનું પરિણામ વેબસાઇટ પર જઈને તપાસી શકે છે. ધોરણ 12 સાયન્સની સાથે ગુજકેટનું પણ પરિણામ આવતીકાલે જ જાહેર કરવામાં આવશે.

સવારે 9.00 વાગ્યે જાહેર કરવામાં આવશે પરિણામ

Class 12 Science Result: વોટ્સપરથી પણ મેળવી શકશે પરિણામ
વિદ્યાર્થીઓ બોર્ડે જાહેર કરેલા નંબર પર વોટ્સએપથી પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર મેસેજ કરીને પરિણામ મેળવી શકશે. આ મામલે શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર પણ જાહેર કરાયો છે.

વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલાં જાહેર થાય છે
ધોરણ 12 સાયન્સના એ ગ્રુપના 40 હજારથી વધારે વિદ્યાર્થીઓ અને બી ગ્રુપના 69 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ પરિણામ આવતીકાલે જાહેર થઈ જશે. તમને જણાવી દઇએ કે, ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ પ્રક્રિયાને કારણે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલાં જાહેર થાય છે. નોંધનીય છે કે સાયન્સ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવા માટે તેમનું રિઝલ્ટ વહેલા જાહેર કરી દેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *