Biporjoy Cyclone : વાવાઝોડા ના સંકટ માં શ્રી કચ્છ ગ્રામ વિકાસ સમિતિ એ તંત્રનો સાથ આપ્યો

Biporjoy Cyclone : વાવાઝોડા ના સંકટ માં શ્રી કચ્છ ગ્રામ વિકાસ સમિતિ એ તંત્રનો સાથ આપ્યો

Biporjoy Cyclone : બિપોરજોય વાવાઝોડા સામે સાવચેતીના પગલાં ભરતા તંત્ર દ્વારા નીચાણ વાળા વિસ્તાર દરિયાઈ ક્ષેત્રમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરાવાઇ રહ્યું છે ત્યારે તેઓના ભોજન માટે શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ના અરવિંદભાઈ જોશી ના સંકલન અને દાતાઓ ના સહયોગ થી 2000 જેટલા ફૂડ પેકેટો માંડવી મામલતદાર કચેરી એ અર્પણ કરાશે.

વાવાઝોડા ના સંકટ માં શ્રી કચ્છ ગ્રામ વિકાસ સમિતિ એ તંત્રનો સાથ આપ્યો

Biporjoy Cyclone : શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ હર હંમેશ દાતાઓના સહયોગથી તંત્ર ને સહયોગ કરતું જ આવ્યું છે ત્યારે હાલે વાવાઝોડાનું સંકટ કચ્છ પર તોળાઈ રહ્યું છે ત્યારે અરવિંદભાઈ જોશી દ્વારા તંત્રને પૂરતો સહયોગ કરવાની ખાત્રી અપાઈ હતી.

Biporjoy Cyclone : દાતાઓ દ્વારા ખુલ્લામાંથી દાન કરાતું આવ્યું છે ત્યારે આ વખતે ફૂડ પેકેટના દાતા તરીકે સોની ઓધવજી તુલસીદાસ થલેશ્વર હસ્તે સોની જગજીવન ઓધવજી માંડવી તથા શ્રીમતી જેવંતીબેન વિજયસિંહ ટોપરાની મસ્કત હસ્તે નિરંજનના બેન અરવિંદભાઈ ટોપરાણી રહ્યા છે.

મેરાઉ ગામના રાજગોર કાંતિભાઈ માલાણીએ આ ફૂડ પેકેટ તૈયાર કરવા માટે નિસ્વાર્થ ભાવે કામકરી સહયોગ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *