Ahmedabad: 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર,હીટ સ્ટ્રોકના 6, હાઈ ફીવરના 300 કેસ નોંધાયા

Ahmedabad: ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં અસહ્ય ગરમી અનુભવાઇ રહી છે, જ્યાં શહેરીજનો બપોરના સમયે કામ સિવાયની અવરજવર ટાળી રહ્યા છે. અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત થઇ ગયા છે, ગરમીથી રાહત મેળવવા લોકો છાશ, ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. આવા ધગધગતા તાપમાં લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવર જવર ઘટી છે. અમદાવાદમાં 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Ahmedabad: આકાશમાંથી સુરજદાદા કોપાયમાન થયા હોય અને અગનજ્વાળાઓ વરસાવતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. કાળઝાળ ગરમી શરૂ થતાં 108 ઇમરજન્સીના કોલ સેન્ટર ઇમરજન્સી કેસોને કારણે રણકી ઉઠ્યા છે. ગરમી વધતા રાજ્યની 108 ઇમરજન્સી સેવામાં ઇમરજન્સી કેસોમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં કાળઝાળ ગરમીમાં ડિહાઈડ્રેશન કે હીટ સ્ટ્રોકના કેસમાં વધારો નોંધાયો છે. કાળઝાળ ગરમીના કારણે અમદાવાદમાં હાઈ ફિવરના કેસોમાં પણ વધારો નોંધાયો છે.

Ahmedabad : 2 સપ્તાહમાં 9 હજારથી વધારે ઇમરજન્સી કેસ નોંધાયા

છેલ્લા 13 દિવસમાં 590થી વધુ લોકો બેભાન થયાની ઘટનાઓ સામે આવી છે. શહેરમાં હીટ સ્ટ્રોકના 6, હાઈ ફીવરના 300 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગરમીના કારણે ઉલટી અને ડાયેરિયાના પણ 449 કેસ નોંધાયા છે. માત્ર 2 જ અઠવાડિયામાં 9 હજાર 557 ઇમરજન્સી કેસ નોંધાયા છે. ગરમીના કારણે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે.

કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ
ગરમીથી બચવા તબીબો પણ બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે. સાથે જ કોટનના કપડા પહેરવા, લાંબી મુસાફરી હોય તો છાંયડામાં થોડો સમય ઉભા રહેવા, લીંબુ શરબત, છાશ, પાણી સહિત અન્ય પ્રવાહીનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યાં છે.

કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ
ગરમીથી બચવા તબીબો પણ બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે. સાથે જ કોટનના કપડા પહેરવા, લાંબી મુસાફરી હોય તો છાંયડામાં થોડો સમય ઉભા રહેવા, લીંબુ શરબત, છાશ, પાણી સહિત અન્ય પ્રવાહીનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યાં છે.

શું છે હીટ સ્ટ્રોક
હીટ સ્ટ્રોક અથવા સન સ્ટ્રોકને તમે સામાન્ય ભાષામાં ‘લૂ લાગવી’ કહી શકો છો. આવું ત્યારે થાય છે જ્યારે તમારૂ શરીર પોતાના તાપમાનને કંટ્રોલ ન કરી શકે. હીટ-સ્ટ્રોક થવા પર શરીરનું તાપમાન ઝડપથી વધી જાય છે અને ઓછુ નથી થઈ શકતું. જ્યારે કોઈને લૂ લાગે છે તો શરીરનું સ્વેટિંગ મેકેનિઝમ એટલે કે પરસેવાનું તંત્ર પણ ફેલ થઈ જાય છે અને મનુષ્યને બિલકુલ પરસેવો નથી આવતો. હીટ-સ્ટ્રોકની ઝપેટમાં આવવા પર 10થી 15 મિનિટની અંદર શરીરનું તાપમાન 106°F અથવા તેનાથી વધારે થઈ શકે છે. સમય પહેલા તેની સારવાર ન કરવામાં આવે તો મનુષ્યનું મોત અથવા ઓર્ગેન ફેલ પણ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *