NEWS: માંડવીની જન કલ્યાણ મેડિકલ સોસાયટી મધ્યે ત્રિદિવસીય T. C. M. થેરાપીની સારવારના નિ:શુલ્ક મેઘા કેમ્પનો શુભારંભ કરાયો

NEWS: માંડવીની જન કલ્યાણ મેડિકલ સોસાયટી મધ્યે ત્રિદિવસીય T. C. M. થેરાપીની સારવારના નિ:શુલ્ક મેઘા કેમ્પનો શુભારંભ કરાયો

NEWS : સાંધાના દુ:ખાવાની ટીસીએમ પદ્ધતિની સારવારમાં કોઈ આડ અસર નથી : ટી.સી.એમ.માસ્ટર ડો. રશ્મિન કેનીયા

NEWS : માંડવીની જન કલ્યાણ મેડિકલ સોસાયટીના ઉપક્રમે આજ બુધવારથી ત્રિદિવસીય T. C. M. થેરાપીની સારવારના નિ:શુલ્ક મેઘા કેમ્પનો શુભારંભ થયો.
ત્રણ દિવસમાં 90 થી 100 દર્દીની નિ:શુલ્ક સારવાર કરાશે. દવા કે ઓપરેશન વગર પરંપરાગત ચીની પદ્ધતિ દ્વારા તાત્કાળ દુ:ખાવામાં રાહત મેળવવાનો દર્દીઓએ જાત અનુભવ કર્યો.

NEWS : માંડવી માં છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા “જનકલ્યાણ મેડિકલ સોસાયટી” સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર માંડવીમાં આજથી તારીખ 12/07 ને બુધવારથી તા. 14/07 ને શુક્રવાર સુધી ત્રિદિવસીય ટી.સી.એમ.થેરાપીની સારવાર ના નિશુલ્ક મેઘા મેડિકલ કેમ્પનો શુભારંભ થયો છે.

NEWS : સંસ્થાના પ્રમુખ શ્રી કિરણભાઈ સંઘવી ના પ્રમુખ પદે યોજાયેલા આ નિ:શુલ્ક મેઘા મેડિકલ કેમ્પને દિપ પ્રગટાવીને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે સાંધાના દુ:ખાવાની ટી.સી.એમ.પદ્ધતિની સારવારમાં કોઈ જ આડ અસર થતી નથી તેમ જ દવા કે ઓપરેશન વગર પરંપરાગત ચીની પદ્ધતિ દ્રારા તાત્કાળ દુ:ખાવામાં રાહત મળે છે. દુખાવાના પહેલા કે બીજા સ્ટેજમાં ૧૦૦ (સો) ટકા જ્યારે ત્રીજા કે ચોથા સ્ટેજમાં ૯૦(નેવુ) ટકા ફાયદો થાય છે.

NEWS : પ્રમુખ સ્થાનેથી સંસ્થાના પ્રમુખ શ્રી કિરણભાઈ સંઘવીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, જનકલ્યાણ મેડિકલ સોસાયટી દ્વારા તારીખ 09/07 થી 11/07 સુધી ત્રણ દિવસમાં બિદડા સર્વોદય ટ્રસ્ટમાં નિ:શુલ્ક કેમ્પમાં 100(એકસો) દર્દીની સારવાર કર્યા બાદ આજના 12/07 ને બુધવારથી ત્રણ દિવસ માટે માંડવીમાં આ કેમ્પ 90 થી 100 દર્દીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવશે સમગ્ર પશ્ચિમ કચ્છના મુખ્ય મુખ્ય સેન્ટરોમાં તારીખ 31/ 07 /2023 સુધી ની:શુલ્ક મેઘા કેમ્પો યોજાશે.

NEWS : સંસ્થાના મંત્રી શ્રી અરવિંદભાઈ શાહે પ્રસંગ પરિચયમાં કેમ્પની વિગતે માહિતી આપી હતી.

NEWS : આ પ્રસંગે ડો. રશ્મિનભાઈ કેનીયા નું સંસ્થાના પ્રમુખ શ્રી કિરણભાઈ સંઘવીના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.

NEWS : અત્રે એ ઉલ્લેખ છે કે, ટી સી.એમ.માસ્ટર ડો. રશ્મિન કેનીયા મૂળ બારોઇ (તા.મુન્દ્રા)ના છે. અને હાલમાં મુંબઈમાં સેવા આપી રહ્યા છે. તેમને પોતાના માદરે વતન કચ્છ પ્રત્યે અપાર લાગણી હોવાથી કચ્છના દર્દીની નિ:શુલ્ક સારવાર માટે તેમણે 23 દિવસ ફાળવેલ હોવાનું સંસ્થાના ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

NEWS : સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સહમંત્રી મહેશભાઈ કંસારા કરેલ હતું જ્યારે ખજાનચી નિશાંતભાઈ શાહે આભાર દર્શન કરેલ હતું.

આજે આ નિ:શુલ્ક મેઘા મેડિકલ કેમ્પમાં સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા, ટ્રસ્ટી દિનેશભાઈ શાહ અને અશ્વિનભાઈ શાહ, માનદ સભ્ય શ્રીમતી ભાવનાબેન ઉદેશી, સંસ્થાના વહીવટી સલાહકાર સનદી નિવૃત્ત અધિકારી શ્રી વી. કે. સોલંકી, સંસ્થાના ફિઝિયોથેરાપીસ્ટ (ન્યુરો)જીનલબેન આથા, એડમીન હિતેશભાઈ ભટ્ટ, સંસ્થાના ડોક્ટરો અને હોસ્પિટલનો સ્ટાફ સહયોગી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *