NEWS:જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરુંના ભાવમાં ઈતિહાસ રચાયો હતો અને જીરૂના મણદીઠ 11, 800 જેટલા ઐતિહાસિક ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી.
NEWS : છેલ્લા કેટલાક સમયથી જામનગર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જીરુના ઉંચા ભાવ મળી રહ્યા છે. જીરૂના રેકોર્ડ બેક ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે જામનગર, ખંભાળિયા અને જામજોધપુર સહિતના માર્કેટયાર્ડમાં જીરાના ભાવ નિતનવા ઇતિહાસ રચી રહ્યા છે. ત્યારે આજે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ઇતિહાસમાં ક્યારેય ન થયા હોય તેવા જીરુંના મણદીઠ ઐતિહાસિક ભાવ 11, 800 નોંધાતા ખેડૂતોમાં આનંદની હેલી જામી હતી.
જીરાની ઓછી આવકને લઇને જીરૂના ઉંચા ભાવ બોલાયા
NEWS : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરના ભાવની વાત કરવામાં આવે તો જીરૂના સૌથી નીચા ભાવ 9,500 થી સૌથી ઊંચા ભાવ 11,800 નોંધાયા હતા. જએ હાપા માર્કેટિંગ યાર્ડના ઇતિહાસના ઓલ ટાઈમ ભાવ છે. આ મામલે હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશભાઇ પટેલે જણાવ્યું હતું કે આજે યાર્ડમાં 138 ખેડૂતો જીરૂનો પાક લઈ અને વેચવા માટે આવ્યા હતા. પરિણામે યાર્ડમાં 1659 ગુણી એટલે કે 4,977 મણની આવક થવા પામી હતી. આમ 11,800 રૂપિયા જેટલો અગાઉ ક્યારેય ન મળ્યો હોય તેવો ભાવ મળતા ખેડૂતો ગેલમાં આવી ગયા હતા.
જીરૂના સારા ભાવ મળતા ખેડૂતો ખુશ
મહત્વનું છે કે છેલ્લા અઠવાડિયાથી જીરુંના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. પરિણામે દિવસેને દિવસે જીરુંના ભાવમાં 500 થી લઈને હજાર રૂપિયા સુધીનો વધારો નોંધાઈ રહ્યો છે. આમ સારું વળતર મળતા ખેડૂતો પણ જીરુંના વાવેતર પ્રત્યે પ્રોત્સાહિત થાય તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. બીજી બાજુ આજે હાપા માર્કેટિંગ યાર્ડમાં કુલ 419 ખેડૂતો પોતાની અલગ અલગ જાણશો વેચવા આવ્યા હતા. જેનેં લઈને આજની તારીખમાં યાર્ડમાં 27,085 મણ જેટલી જણસો થલવાઈ હતી.