NEWS : રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

NEWS: દાહોદ, ખેડા, આણંદ, સાબરકાંઠા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ

NEWS : રાજ્યમાં હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં વરસાદની પાંચ દિવસની આગાહી કરી હતી જેને પગલે આજે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારથી જ અનેક જગ્યાએ મુશળધાર વરસાદ પડ્યો છે. આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અનરાધાર વરસાદથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

NEWS: રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ આજે ખેડા, નડિયાદ, ડાકોર, વડોદરા, સાબરકાંઠ, આણંદ, દાહોદ સહિતના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. આ ઉપરાંત વીજ કરંટથી 4 પશુઓના મોત થયાના પણ સમાચાર છે. રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી સતત ગરમીના કારણે લોકો અકળાયા હતા અને વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે વરસાદ પડતા લોકોએ રાહત અનુભવી હતી. આ સાથે અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોની ખુશીમાં વધારો થયો છે. આજે વહેલી સવારે વલસાડ અને વડોદરામાં વરસાદ પડ્યા બાદ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો.

NEWS: Grand entry of Meghraja in many districts of the state

અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ આજે ખેડા, નડિયાદ, ડાકોર, વડોદરા, સાબરકાંઠ, આણંદ, દાહોદ સહિતના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. આ ઉપરાંત વીજ કરંટથી 4 પશુઓના મોત થયાના પણ સમાચાર છે. રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી સતત ગરમીના કારણે લોકો અકળાયા હતા અને વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે વરસાદ પડતા લોકોએ રાહત અનુભવી હતી. આ સાથે અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોની ખુશીમાં વધારો થયો છે. આજે વહેલી સવારે વલસાડ અને વડોદરામાં વરસાદ પડ્યા બાદ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં ક્યા ક્યા વરસાદ પડ્યો

NEWS: આજે રાજ્યમાં સવારથી જ અનેક જગ્યાએ છુટોછવાયો વરસાદ પડ્યો હતો તો બીજી તરફ કેટલીક જગ્યાએ અનરાધાર વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સાંબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી, ખેડબ્રમા, વિજયનગરમાં વરસાદ વરસ્યો હતો. આ સાથે જ આણંદ જિલ્લાના પણ વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને સવારથી જ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા.

દાહોદ અને ડાકોરમાં ઠેર ઠેર પાણી ભરાયા

રાજ્યમાં આજે પડેલા વરસાદમાં દાહોદ અને ડાકોરમાં પણ વરસાદ નોંધાયો છે. દાહોદ જિલ્લાના લીમડી, ઝાલોદ, લીમખેડા, ધાનપુર સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે તો બીજી તરફ વરસાદને પગલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલનો કાર્યક્રમ પણ રદ કરાયો હતો. દાહોદ ઉપરાંત ડાકોરમાં પણ વહેલી સવારથી જ વરસાદ પડ્યો હતો જેના કારણે ડાકોરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ડાકોર સહિત કાલસર, ધુણાદરા, આગરવા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે.

ખેડા નડિયાદમાં ભારે વરસાદ ખાબક્યો

ખેડા, નડિયાદ, માતર સહિતના પંથકમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે જ્યારે નિચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા હતા. નડિયાદમાં ખાનગી કોલેજની બસ ગરનાળામાં ફસાઈ જતા વિદ્યાર્થીઓને બસની બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *