News: મહારાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા મિલિંદ દેવડા શિંદેની શિવસેનામાં જોડાયા

News : મહારાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા મિલિંદ દેવડા શિંદેની શિવસેનામાં જોડાઈ ગયાં છે. શિવસેનામાં જોડાતા પહેલા તેમણે આજે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું

News : ડૂબી રહેલી કોંગ્રેસને ઉત્તરાયણના દિવસે જ મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા મિલિંદ દેવડા શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા છે. મિલિંદ દેવડાએ આજે એટલે કે ઉત્તરાયણના દિવસે જ રાજીનામું આપ્યું હતું અને તરત શિંદેની શિવેસનામા જોડાઈ ગયા હતા.

News : રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થાય તે પહેલા રવિવારે કોંગ્રેસને બેવડો ફટકો પડ્યો. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા મિલિંદ દેવરાએ અને અપૂર્બા ભટ્ટાચાર્યએ આસામમાં કોંગ્રેસના સેક્રેટરી પદ પરથી રાજીનામું આપી દીધું છે.

News : કોંગ્રેસે રવિવારે આરોપ લગાવ્યો હતો કે મિલિંદની પાર્ટી છોડવાનો સમય પીએમ મોદીએ નક્કી કર્યો હતો. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે દેવરાએ આ શુક્રવારે તેમની સાથે ફોન પર વાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાના મુંબઈ દક્ષિણ લોકસભા બેઠકના દાવા પર રાહુલ ગાંધી સાથે વાત કરવા માંગે છે. મિલિંદ દેવરા અને તેના પિતા મુરલી દેવડા બંને મુંબઇ દક્ષિણના સાંસદ રહી ચૂક્યા છે.

News : પ્રિયંકા ચતુ્ર્વેદી બાદ કોંગ્રેસમાંથી શિવસેનામાં જનાર કોંગ્રેસના બીજા મોટા નેતા
ઉલ્લેખનીય છે કે શિવસેનાને કોંગ્રેસ તરફથી બીજા મોટા નેતા મળ્યાં છે. આ પહેલા ઉદ્ધવ ઠાકરે જૂથવાળી શિવસેનામાં કોંગ્રેસના પ્રિયંકા ચતુર્વેદી જોડાયા હતા.

કોંગ્રેસ વધુ ડૂબી

2014માં મોદી સરકાર અને ભાજપના ઉદય બાદ કોંગ્રેસ વધુને વધુ ગર્તામાં ધકેલાઈ રહી છે. તેના એક પછી એક ઘણા મોટા નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે જેમાં આજે એકનો ઉમેરો થયો છે. જો આ જ સ્થિતિ રહી તો આગામી થોડા સમયમાં કોંગ્રેસમાં સોનિયા-રાહુલ-પ્રિયંકા અને ખરગે સિવાય બીજું કોઈ નહીં રહે તેવું રાજકીય પંડિતો જણાવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *