NEWS : ભાનુશાલી મહાજન માંડવી દ્વારા મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી

NEWS : ભાનુશાલી મહાજન માંડવી દ્વારા મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી

NEWS : ભાનુશાલી મહાજન માંડવી, ભાનુશાલી યુવક મંડળ માંડવી અને ભાનુશાલી મહિલા મંડળ માંડવી ના ત્રિવેણી સંગમથી કલવાણ રોડ ખાતે આવેલ ભાનુશાલી કલ્યાણજી શિવજી દ્વારા મધે સિધ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વ અને સંત શ્રી સાધુરામજી મહારાજની પુણ્યતિથિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.સૌપ્રથમ ભાનુશાલી દ્વારાના સંત શ્રી કરસનદાસજી મહારાજ અને દાતા પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરીને શ્રી ઓધવરામ બાપા ની આરતી થી શુભારંભ કરવામાં આવ્યું. 

NEWS : ત્યારબાદ મહિલા મંડળ દ્વારા શિવ પાર્વતી મિલન અને શિવ તાંડવ જેવી અદભુત કલાકૃતિઓ રજૂ કરવામાં આવી. રીધેશ્વર મહાદેવ મંદિરમાં મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું આરતી પૂર્ણ થયે થી ઓધવરાસ અને મહાપ્રસાદ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો.રાત્રે ચાર પહોર ની પૂજામાં શિવ પ્રેમી ભાવિક યુગલો એ ભાગ લીધો જ્ઞાતિજનો એ બહોળી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવા સાથ આપ્યો.

NEWS: આ કાર્યક્રમને સફળ બનાવવા મહાજન પ્રમુખ જયેશભાઈ હુરબડા યુવક મંડળ પ્રમુખ મનોજભાઈ મંગે, મયુર નંદા, ઈશ્વર નંદા, નરેશ ગજરા, કિશન ગજરા, ગિરીશ ગજરા, વિજય કટારમલ, લાલજીભાઈ કટારમલ, વિજય મેંગર, જગદીશભાઈ ધીરાઉ,ઈશ્વર માવ, ધનજી મંગે, રાજેશ મીઠિયા,રાકેશ કટારમલ,નવનીત ભાઈ વડોર,માંડવી ભાનુશાલી બોર્ડિંગના વિદ્યાર્થીઓ મહિલા પ્રમુખ ભાવનાબેન નંદા, હંસાબેન કટારમલ, ગીતાબેન ગજરા, શિલ્પાબેન ગજરા, દીપાબેન મેંગર, સાવિત્રીબેન નંદા, ભાવિકાબેન મંગે,રીમાબેન હુરબડા, દક્ષાબેન કટારમલ,કલ્પનાબેન ગજરા,વર્ષાબેન કટારમલ,હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *