NEWS : પશ્ચિમ રેલવેએ સુવિધામાં વધારો કરવા અને મુસાફરોની માંગને પહોંચી વળવા માટે ભુજ-સાબરમતી સ્પેશિયલ અને અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોની ફ્રિકવન્સી 15 જાન્યુઆરી સુધી વધારી છે
NEWS : કૃપિયા રેલવે મુસાફર ધ્યાન દેં, કારણ કે, આ સમાચાર મુસાફરોને ઉપયોગી નિવડે તેવા છે. આપને જણાવી દઈએ કે, પશ્ચિમ રેલવેએ સુવિધામાં વધારો કરવા અને મુસાફરોની માંગને પહોંચી વળવા માટે ભુજ-સાબરમતી સ્પેશિયલ અને અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોની ફ્રિકવન્સી 15 જાન્યુઆરી સુધી વિશેષ ભાડા પર વધારવાનો નિર્ણય લીધો છે.
NEWS : ટ્રેનોની વિગતો
1. ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશ્યલ અગાઉ 30 ડિસેમ્બર સુધી સૂચિત કરવામાં આવી હતી. પરંતુ હવે તેને 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે.
2. ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશ્યલ જેને અગાઉ 31મી ડિસેમ્બર સુધી સૂચિત કરવામાં આવી હતી. પરંતુ હવે તેને 16મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે.
3. ટ્રેન નંબર 09455 સાબરમતી-ભુજ સ્પેશિયલ જે અગાઉ 31મી ડિસેમ્બર સુધી અધિસૂચિત કરવામાં આવી હતી. તે હવે 15મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે.
4. ટ્રેન નંબર 09456 ભુજ-સાબરમતી સ્પેશિયલ જે અગાઉ 31મી ડિસેમ્બર સુધી જાહેર કરવામાં આવી હતી.
તે હવે 15મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09435, 09436, 09455 અને 09456ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 30 ડિસેમ્બરે તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે.