NEWS : અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

News : આજથી અમિત શાહ ગુજરાતમાં 2 દિવસના પ્રવાસે છે. જેમાં લોકસભા કાર્યાલયનુ ઉદ્ઘાટન કરશે. તથા ગાંધીનગરની NFSU ના કાર્યક્રમમાં પણ જોડાશે. ભાવનગરના સોનગઢના પ્રતિષ્ઠા મહોત્સવમાં જશે. એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા જનતાને સૌથી મહત્વની એવી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ભેટ આપવામાં આવી છે. જેના સાથે જ લોકસભાની ચૂંટણી માટે પણ તમામ પક્ષના નેતાઓએ તૈયારી શરૂ કરી છે. આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે.

News કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં 2 દિવસ રોકાશે અને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ દરમિયાન તેઓ અલગ અલગ 3 કાર્યક્રમોમાં પોતાની હાજરી આપશે. આ સાથે જ તેઓ NFSU ખાતે 44માં અખિલ ભારતીય અપરાધ વિજ્ઞાન સમ્મેલન હાજરી આપશે. તેઓ ગાંધીનગર અને ભાવનગરમાં યોજનારા કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ સવારે 11 વાગ્યે ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે પાંચમા આંતરરાષ્ટ્રીય સંમેલન હાજરી આપશે. અમિત શાહ 44માં અખિલ ભારતીય અપરાધ વિજ્ઞાન સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી ઉપસ્થિત રહી પોતાના વિચારો રજૂ કરશે.

News: આ બાદ ગાંધીનગરથી તેઓ બપોરના 2 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા ભાવનગર સુધી પહોંચશે. જ્યાં તેઓ ભાવનગરના સોનગઢમાં હાજરી આપશે. બાદમાં તેઓ અમદાવાદના રાણીપમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાશે. ત્યારબાદ મોડી સાંજે દિલ્લી જવા રવાના થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *