Nepal : નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડની પત્નીનું હાર્ટ એટેકથી નિધન

Nepal : નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ની પત્નીનું બુધવારે (12 જુલાઈ) ના રોજ અવસાન થયું. મળતી માહિતી મુજબ લાંબા સમયથી બિમારીથી પીડિત નેપાળી પીએમના પત્ની સીતા દહલનું હાર્ટ એટેકથી નિધન થયું છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર PM પ્રચંડની પત્ની નોર્વિક ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.

Nepal: The wife of Nepal’s PM Pushpa Kamal Dahal Prachand died of a heart attack

Nepal : નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડની પત્નીનું હાર્ટ એટેકથી નિધન

Nepal : હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, સીતા દહલને ડાયાબિટીસ અને હાઈપરટેન્શન સહિત અનેક બીમારીઓ હતી, જેની સારવાર કરવામાં આવી રહી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 12 જુલાઈના રોજ સવારે 8:33 વાગ્યે સીતા દહલે અંતિમ શ્વાસ લીધા હતા.

Nepal : નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડની પત્નીનું હાર્ટ એટેકથી નિધન

લાંબી માંદગીથી થયું મોત

Nepal : મળતી માહિતી મુજબ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડની પત્ની સીતા દહલ ઘણા સમયથી બીમાર હતા. વિવિધ રોગોથી પીડિત સીતા દહલને પણ લગભગ બે વર્ષ પહેલા સારવાર માટે મુંબઈ લાવવામાં આવી હતી. જો કે ત્યાર બાદ પણ તેમની તબિયતમાં સુધારો થયો ન હતો. માહિતી અનુસાર નેપાળના પીએમની પત્ની પણ પાર્કિન્સન જેવા લક્ષણો સાથે મગજની બિમારીથી પીડિત હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *