સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન NTAએ માહિતી આપી છે કે,તેઓ તે 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્કસ રદ કરી રહ્યા છે. તેમજ આ વિદ્યાર્થીઓ માટે જ પુનઃ પરીક્ષા લેવામાં આવશે
NTAએ જણાવ્યું કે 23મી જૂને ફરીથી પરીક્ષા (1563) થશે ત્યારબાદ કાઉન્સેલિંગ થશે. NTAએ કહ્યું કે,ત્રીજી અરજીમાં પેપર લીકનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સમક્ષ નથી. NTAએ કહ્યું કે, પરિણામ 30 જૂન પહેલા આવી શકે છે.
NTA સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, NEET-UG ની પરીક્ષા આપતી વખતે વેઠેલા સમયની ખોટની ભરપાઈ કરવા માટે 1,563 થી વધુ ઉમેદવારોના પરિણામોની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે જેમને ‘ગ્રેસ માર્ક્સ’ આપવામાં આવ્યા હતા. સમિતિએ 1,563 NEET-UG 2024 ઉમેદવારોના સ્કોરકાર્ડ રદ કરવાનો નિર્ણય લીધો છે જેમને ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા અને આ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાનો વિકલ્પ આપવામાં આવશે. NTA SCને જણાવ્યુ છે કે પરીક્ષા 23 જૂને લેવામાં આવશે અને 30 જૂન પહેલા પરિણામ જાહેર કરવામાં આવશે.
નોંધનિય છે કે, NEET પરીક્ષાના પરિણામોને લઈને સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાંથી ગ્રેસ માર્કસ, ફરીથી પરીક્ષા અને પરીક્ષા રદ કરવા સંબંધિત અરજીઓ પર આજે (13 જૂન) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ન્યાયમૂર્તિ વિક્રમ નાથની આગેવાની હેઠળની બેન્ચે પુનરોચ્ચાર કર્યો કે, તે NEET-UG, 2024ની કાઉન્સેલિંગ પર રોક લગાવશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કાઉન્સેલિંગ ચાલુ રહેશે અને અમે તેને રોકીશું નહીં. જો પરીક્ષા હોય તો બધું સંપૂર્ણ રીતે કરવામાં આવે છે, તેથી ડરવાનું કંઈ નથી.
ફરીથી NEET અથવા કોઈ ગ્રેસ માર્કસ નહીં, NTAએ વિદ્યાર્થીઓને આ વિકલ્પ આપ્યો
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન NTAએ માત્ર 1563 વિદ્યાર્થીઓને બે વિકલ્પ આપ્યા છે, જેમના પરિણામમાં ગ્રેસ માર્કસ બાદ ગેરરીતિના આરોપો હતા. NTAએ કહ્યું કે આ ઉમેદવારો ગ્રેસ માર્કસ વિના NEET UG કાઉન્સિલિંગમાં હાજર રહી શકે છે અથવા ફરીથી NEET પરીક્ષામાં બેસી શકે છે. NTA માત્ર 1563 વિદ્યાર્થીઓ માટે જ રિ-NEET યોજશે જેઓ 6 પરીક્ષા કેન્દ્રો પર હાજર રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે પુનરોચ્ચાર કર્યો કે, તે NEET-UG 2024ના કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાઉન્સેલિંગ ચાલુ રહેશે અને અમે તેને રોકીશું નહીં. જો પરીક્ષા હોય તો બધું સંપૂર્ણ રીતે કરવામાં આવે છે, તેથી ડરવાનું કંઈ નથી.