Navratri : લવજેહાદને લઇ ગરબા આયોજકો ફૂલ એક્ટિવ મોડમાં, વિધર્મીઓને આડકતરી ચેતવણી..!

Navratri : લવજેહાદને લઇ ગરબા આયોજકો ફૂલ એક્ટિવ મોડમાં, વિધર્મીઓને આડકતરી ચેતવણી..!

Navratri : વડોદરામાં નવલખી મેદાનમાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગરબા આયોજકો દ્વારા બિનહિંદુઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

Navratri :વડોદરામાં આવનારી નવરાત્રીને લઈ તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે. શહેરના પ્રસિદ્ધ નવલખી મેદાનમાં આયોજકો આ વર્ષે ભવ્ય ગરબા મહોત્સવ યોજવા જઈ રહ્યા છે, જેમાં એક સાથે 75 હજારથી વધુ ખેલૈયાઓ ગરબા રમી શકે તેવી વિશાળ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

Navratri : ખેલૈયાઓને તિલક કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવશે

Navratri : આ મહોત્સવના આયોજકોએ જણાવ્યું છે કે, ગરબા રમવા માટે ખેલૈયાઓને તિલક કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવશે. આની પાછળ ભાવના એવી છે કે, ગરબા માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, પણ આ શક્તિ ઉપાસનાનો ભાગ છે અને તેમાં પાવિત્રતા જળવાય તે જરૂરી છે.

Navratri : હિંદુ ધર્મના વ્યક્તિઓને પ્રવેશ અપાશે

Navratri : આયોજકોએ સ્પષ્ટ કહ્યું છે કે, આ કાર્યક્રમ માટે વિધર્મીઓને પાસ આપવામાં નહીં આવે. ગરબાની સંસ્કૃતિને સાચવવા માટે માત્ર હિંદુ ધર્મના વ્યક્તિઓને પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Navratri : મહિલાઓની સુરક્ષા માટે સુરક્ષા બળ તૈનાત

Navratri : મહિલાઓની સુરક્ષા માટે ખાસ મહિલા સુરક્ષા બળ તૈનાત કરવામાં આવશે. મેદાનમાં કોઈ પણ પ્રકારની અશાંતિ ન થાય અને દરેક ખેલૈયા શાંતિપૂર્વક ગરબા રમી શકે એ માટે CCTV કેમેરા, મેટલ ડિટેક્ટર્સ અને પોલીસનું સુયોજિત બંદોબસ્ત પણ રહેશે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *