Natural Farming : ઓછા ખર્ચે વધુ ફાયદો..!પ્રાકૃતિક ખેતીનું શુ છે સત્ય..?

Natural Farming : ઓછા ખર્ચે વધુ ફાયદો..! પ્રાકૃતિક ખેતીનું શુ છે સત્ય..?

જાની ની કલમે….

Natural Farming : ગુજરાત સરકાર અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના સતત પ્રયાસો રાજ્યના કૃષિ ક્ષેત્રમાં નવી દિશા પ્રસ્થાપિત કરી રહ્યા છે. રાસાયણિક ખાતર અને કીટનાશકો પર વધતી નિર્ભરતા વચ્ચે માટીની ઉપજાઉ શક્તિ ઘટતી જતી હતી, ખેડૂતોના ખર્ચમાં વધારો થતો હતો અને માનવ આરોગ્ય પર પણ તેની અસર દેખાઈ રહી હતી. આ પડકારોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારએ પ્રાકૃતિક ખેતીને વૈકલ્પિક નહીં પરંતુ આવશ્યક માર્ગ તરીકે સ્વીકારી, તેને વ્યાપક સ્તરે અમલમાં મૂકવા માટે નક્કર નીતિ અને યોજના ઘડી છે.

Natural Farming : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીના દ્રઢ સમર્થક છે. તેઓ વર્ષોથી દેશભરમાં પ્રાકૃતિક અને ગૌઆધારિત ખેતીના લાભો વિષે માર્ગદર્શન આપતા આવ્યા છે. તેમના મતે પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ માનવ, માટી અને પ્રકૃતિ વચ્ચેના સંતુલનને પુનઃસ્થાપિત કરવાની જીવનશૈલી છે. તેમના પ્રેરણાથી ગુજરાતમાં ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ, દેશી ગાય આધારિત ખેતી, જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત જેવી પદ્ધતિઓનો વ્યાપ વધ્યો છે. ગુજરાત સરકારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. તાલીમ કાર્યક્રમો, કૃષિ માર્ગદર્શન કેમ્પો, પ્રદર્શન ખેતરો અને સફળ ખેડૂતોના અનુભવ શેર કરીને ખેડૂતોમાં વિશ્વાસ ઊભો કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે, ખેતી ખર્ચ ઘટાડવા માટે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સાધનો અને ગૌઉત્પાદનોનો ઉપયોગ શીખવવામાં આવે છે,

Natural Farming : જેથી ખેડૂતો આર્થિક રીતે સ્વાવલંબન તરફ આગળ વધી શકે. પ્રાકૃતિક ખેતીનો સૌથી મોટો લાભ એ છે કે તે માટીની જીવંતતા જાળવે છે. રાસાયણિક દવાઓના બદલે કુદરતી ઘટકોના ઉપયોગથી માટીમાં રહેલા સૂક્ષ્મજીવો સક્રિય થાય છે, જેના પરિણામે પાકની ગુણવત્તા સુધરે છે. આ પદ્ધતિથી ઉગાડેલા અનાજ, શાકભાજી અને ફળો વધુ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક હોય છે. સાથે સાથે, પાણીનું સંરક્ષણ, પર્યાવરણની સુરક્ષા અને જૈવ વૈવિધ્યતા જાળવવામાં પણ પ્રાકૃતિક ખેતી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ પ્રયાસોનું સામાજિક અને આર્થિક મહત્વ પણ વિશેષ છે. જ્યારે ખેડૂત રાસાયણિક ઇનપુટ્સ પરનો ખર્ચ ઘટાડે છે ત્યારે તેની આવકમાં સ્થિરતા આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની તકો વધે છે અને ગામડાં આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધે છે. રાજ્યપાલ અને રાજ્ય સરકારનો હેતુ માત્ર ઉત્પાદન વધારવાનો નથી, પરંતુ ખેડૂતોનું જીવનસ્તર સુધારવાનો અને આવનારી પેઢી માટે સ્વસ્થ પર્યાવરણ છોડી જવાનો છે.

Natural Farming : સારાંશરૂપે કહી શકાય કે ગુજરાત સરકાર અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સંયુક્ત પ્રયાસોથી પ્રાકૃતિક ખેતી રાજ્યમાં એક જનઆંદોલન બની રહી છે. આ દિશામાં ચાલેલા પગલાં માત્ર આજના નહીં પરંતુ આવનારા ભવિષ્યના ગુજરાતને સ્વસ્થ, સમૃદ્ધ અને ટકાઉ બનાવવાની મજબૂત પાયાની રચના કરી રહ્યા છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *