નડિયાદમાં ટીપી નં.8માં નિયમોનો ભંગ કરતા રજૂઆત કરાઈ, ખુદ પાલિકાના ભાજપના મહિલા સભ્યએ નગર નિયોજકને રજૂઆત કરી

નડિયાદમાં ટીપી નં.8માં નિયમોનો ભંગ કરતા રજૂઆત કરાઈ, ખુદ પાલિકાના ભાજપના મહિલા સભ્યએ નગર નિયોજકને રજૂઆત કરી નડિયાદ શહેરમાં વિકાસ થયો છે. ત્યારે શહેરના હાર્દસમા રોડ પરના ટીપી નંબર 8માં નિયમોનો ભંગ કરી ખોટા મુસદ્દા રજુ કરેલ હોઈ તેનો વિરોધ કરતી રજૂઆત ખુદ પાલિકાના ભાજપના મહિલા સભ્યએ કર્યો છે. નગર નિયોજક નડિયાદની કચેરીમાં પાલિકાના મહિલા કાઉન્સિલર મીતાબેન પિયુષભાઈ પટેલે આ મામલે રજૂઆત કરી છે. 28 મુદ્દાઓને ટાંકી આ રજૂઆત કરાઈ છે જેની નકલ મુખ્યમંત્રી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પ્રાદેશિક કમિશનરની કચેરી અને ચિફ ટાઉન પ્લાનિંગ એન્ડ વેલ્યુએશન ડીપાર્ટમેન્ટને મોકલી આપી છે. નકશામાં 24 મીટરની પહોળાઈનો રસ્તો અસલમાં 20 મીટર જણાઈ આવી આ રજૂઆતમાં એવો આક્ષેપો કરાયા છે કે, ટી.પી.સ્કીમ નં.8 અ.નં.11 વચ્ચેના ભગલા પાડતો રોડ કેન્દ્ર સરકાર હસ્તક દાંડી માર્ગ છે. અને 24 મીટરની પહોળાઈનો નકશામાં ટી.પી. રોડ દર્શાવવામાં આવેલ છે. આ રસ્તાની પહોળાઈ ચેક કરતા 20 મીટર જણાઈ આવે છે. આ ઉપરાંત ડાકોર રોડથી નગર રચના યોજના નં.7,8 અને 11માંથી પસાર થતા રીંગ રોડ જે ને.હા.નં.8ને પીપલગ એ.પી.એમ.સી. પાસે મળે છે તે રસ્તો નડિયાદના વિકાસ નકશો જે આશરે 2011માં રીવાઈઝડ મંજુર થયેલ ત્યારે રીંગ રોડ 36 મીટરની પહોળાઈનો મુકવામાં આવ્યો હતો. આ રીંગ રોડ રીવાઈઝડ કર્યા વગર ટી.પી. સ્કીમમાં ફેરફાર કરીને દર્શાવેલ છે. જેના કારણે મળતીયાઓને લાભ અને અન્ય લોકોને ગેરલાભ થાય છે. જે ડી.પી. નકશો ચેક કરવા માંગ કરાઇ છે. ગેસલાઈનના કારણે ભવિષ્યમાં કોઈ દુર્ઘટના કે હોનારત થાય વધુમાં આ રીંગ રોડ નગર રચના યોજના નં.11અને 8ને જયાં મળે છે તે જંકશન ઉપર ચોકડી થતી નથી. અને ભવિષ્યમાં બ્રીજ બનાવવાની જરૂર પડશે. જેના કારણે ભવિષ્યમાં ત્યાં અકસ્માત થવાની પણ સંભાવના વધી જાય છે. વધુમાં ટી.પી.8માં જયાંથી રીંગ રોડ ચાલુ થાય છે ત્યાં રીંગ રોડ દક્ષિણ બાજુ આશરે 9 મીટર સુધી ખસેડવામાં આવેલ છે. નગર રચના યોજન નં.8 અને 11માં ગેસ લાઈન પસાર થાય છે જયાંથી પસાર થાય છે ત્યાં એફ.પી. નંબર ફાળવેલ છે. આ ગેસ લાઈનની માપણી કરી કરાવી રસ્તો મુકવામાં આવે તો કોઈ વાંધો નથી પરંતુ એફ.પી. ફાળવેલ છે તે જગ્યાએથી પસાર થતી ગેસલાઈનના કારણે ભવિષ્યમાં કોઈ દુર્ઘટના કે હોનારત થાય તો આ જગ્યાએ બાંધકામો થયા હોય તો જાન માલનું ભયંકર નુકશાન થાય તેના જેવી ગંભીર બાબત પણ ધ્યાને લીધેલ નથી. અગાઉ માર્જિન છોડવામાં આવેલ છે તેનો ભંગ થાય છે ટી.પી. સ્કીમ નં.8ની હદ કેનાલ પછી તરત જ શરૂ થાય છે. તેમાં ફાઈનલ પ્લોટ નં.174, 176/1, 173, 167 અને 175 વચ્ચે 9 મીટર પહોળાઈનો રસ્તો ટી.પી.રસ્તા તરીકે મુકેલ છે. આ રસ્તે હયાત બાંધકામોની દિવાલોને ઘસીને તદ્દન અડીને પસાર થાય છે. આ રોડ દાંડી માર્ગથી અગાઉ ફા.પ્લોટ નં.176/1 માં જવા માટે 6 મીટર પહોળાઈનો મુકેલ તે રસ્તો 9 મીટર પહોળાઈનો ટી.પી. રોડ તરીકે દર્શાવવામાં આવેલ છે. જેનાથી હયાત મકાનોને જે અગાઉ માર્જિન છોડવામાં આવેલ છે. તેનો ભંગ થાય છે અને માર્જિન ન રહેવાથી અને રસ્તો મકાનોની દિવાલોને ઘસીને અડીને જતો હોઈ કયારેક દુર્ઘટનાની સંભાવના રહેલી છે. યોજના નં.8ના એફ.પી. નં.171 જે દાંડીમાર્ગ ને અડીને આવેલ છે તે એફ.પી. માં ઈપ્કોવાલા બેન્કવેટ હાલ અને અંબા માતાજીનું મંદિર આવેલું છે તે પ્લોટની આગળના ભાગે ફ્રન્ટમાં રીઝર્વેશન મુકેલ છે તેના કારણે આ પ્લોટમાં પ્રવેશ મળે નહીં તે રીતે છે. 7.50 મીટરથી લઈને 10 મીટર પહોળાઈ સુધી વાણીજય હેતુ માટે રીઝર્વેશન વધુમાં કપાત રજીસ્ટર જોતા કપાત જે એફ.પી. નં.171 માં 0% દર્શાવેલ છે અને તેની બાજુમાં એફ.પી. 172માં પણ જે એન.એ. થયેલ છે તેમાં અન્ય જગ્યા આ એફ.પી.માં ખુલ્લી હોવા છતાં કપાત 9% દર્શાવેલ છે તેને પણ મોટા ભાગે આગળ રીઝર્વેશન મુકવાના કારણે એન્ટ્રીની સમસ્યા ઉભી થાય છે.નગર રચના યોજના નં.8 માં એફ.પી. નં.169 જયારે ટી.પી. સ્કીમ રીફ્યુઝ થઈ ત્યાં સુધી એન.એ. થયેલ છે તેવું દર્શાવી કપાત 15% જ કરેલ છે તેવું પણ ધ્યાને આવે છે. એફ.પી. નં.163/2 તથા 188 વચ્ચેની હદ ઉપર 7.50 મીટરથી લઈને 10 મીટર પહોળાઈ સુધી વાણીજય હેતુ માટે રીઝર્વેશન છે. જેનો આર 40 જે કયા તર્કથી મુકેલ છે તે સમજાય તેમ નથી ફકત મુકવા ખાતર મુકેલ હોઈ તેમ જણાય છે. કપાત કરી તે જગ્યા ટી.પી. રોડમાં ભેળવી દીધેલ છે તે પણ અયોગ્ય અને અસંગત છે રેસ.નં.1174 એફ.પી.નં.189માં રેસ્ટોરન્ટ બેન્કવેટ હોલ સ્વીમીંગ પુલ અને રેસ્ટોરન્ટની આગળ પ્રાઈવેટ ગાર્ડન હાલ અસ્તિત્વમાં અને ઉપયોગમાં છે. જે એન.એ. થયેલ છે જયાં હાલ ગાર્ડન છે તે જ જગ્યાએ રીઝર્વેશન મુકેલ છે જે ઈરાદા પૂર્વક અન્યાયી રીતે કપાત કરવા જ મુશ્કેલ છે તેમ જણાય છે અને સદર પ્લોટની ઉત્તર તરફ જયાં માર્જિન છે ત્યાં તે કપાત કરી તે જગ્યા ટી.પી. રોડમાં ભેળવી દીધેલ છે તે પણ અયોગ્ય અને અસંગત છે. આવા બીજા 28 જેટલા મુદ્દાઓ તેમણે ટાંક્યા છે અને નગર નિયોજકને લેખિતમાં રજૂઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *