MURDER IN SEVENTH DAY SCHOOL : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતમાં સગીર વિદ્યાર્થીની હત્યા.

MURDER IN SEVENTH DAY SCHOOL : અમદાવાદમાં મંગળવારે ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતમાં ધો-8ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટને છરી મારી દીધી હતી. ત્યાર બાદ બુધવારની સવારે મણીનગરની હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું. જેને પગલે બાળકના પરિવારજનોએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર મારી તોડફોડ કરી હતી. ઉલ્લેખનીય છે કે સગીર આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.

MURDER IN SEVENTH DAY SCHOOL : આ મુદ્દે ત્યાં હાજર અન્ય વિદ્યાર્થીઓએ શાળા સામે ગંભીર આરોપો લગાવ્યા છે અને કહ્યું કે, 30 મિનિટ સુધી વિદ્યાર્થી તરફડિયા મારતો હતો તો પણ કોઈ મદદ માટે નહતું આવ્યું.પ્રત્યક્ષદર્શી શાળાના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, ‘ઘટનાસ્થળે સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટી ટીચર્સ હાજર હતા, તેમ છતા કોઈ મદદ માટે નહોતું આવ્યું. લગભગ 30 મિનિટ સુધી વિદ્યાર્થી લોહી લુહાણ હાલતમાં ત્યાં તરફડિયા મારી રહ્યો હતો, તેમ છતાં કોઈ મદદ માટે નહતું આવ્યું.
MURDER IN SEVENTH DAY SCHOOL : હુમલો કરનાર છોકરો તો તુરંત ત્યાંથી પેટમાં ચાકુ ભોંકીને ભાગી ગયો હતો. પરંતુ, આ વિદ્યાર્થી લોહી નીકળવાના કારણે બેભાન થઈ ગયો હતો. હું અને મારા મિત્રો તરત ત્યાં પહોંચ્યા અને તેને રિક્ષામાં બેસાડ્યો હતો. તેમ છતાં સિક્યોરિટી ગાર્ડ કે કોઈ અમારી મદદે ન આવ્યા અને ઊભા-ઊભા જોતા રહ્યા. બાદમાં વિદ્યાર્થીને સરદાર પટેલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.’
MURDER IN SEVENTH DAY SCHOOL : આરોપી વિદ્યાર્થીએ હત્યા કર્યા બાદ વોટ્સએપ ચેટ કરી હોવાનું સામે આવ્યું છે. આ ચેટ પોલીસને હાથ લાગી છે, જેમાં મોટા ખુલાસા થયા છે. ચેટમાં આરોપી વિદ્યાર્થીએ હત્યાની કબૂલાત કરી હતી. ચેટમાં તેણે જણાવ્યું હતું કે, મૃતક વિદ્યાર્થીએ તેને “તું કોન હૈ, ક્યાં કર લેગા?” તેમ કહીને ઉશ્કેર્યો હતો, જેના કારણે તેણે ચાકુ માર્યું હતું. આરોપી સાથે ચેટ કરનાર વ્યક્તિએ તેને “અંડરગ્રાઉન્ડ” થઈ જવાની પણ સલાહ આપી હતી. પોલીસ હવે આ ચેટની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
MURDER IN SEVENTH DAY SCHOOL : સ્કૂલ સામે ગુસ્સે ભરાયેલા વાલીઓનો દાવો છે કે સેવન્થ ડે સ્કૂલમાં અનેક ગેરકાયદે પ્રવૃત્તિ થાય છે. સ્કૂલમાં નશાનો વેપાર થાય છે. બાકી આઠમા ધોરણનો વિદ્યાર્થી કોઈને છરી લઈને મારે તે વાત જ સમજની બહાર છે. કોઈ એવો મોટો વિવાદ ન હતો કે કોઈનું ખૂન કરી શકાય. વીફરેલા વાલીઓએ પોલીસની ગાડીને પણ બાનમાં લીધી છે.

MURDER IN SEVENTH DAY SCHOOL : પોલીસ હાલમાં તેમને સમજાવટથી શાંત પાડી રહી છે અને જરૂર પડે તો વધુ પોલીસ કુમક બોલાવવાની પણ પોલીસે તૈયારી રાખી છે. તેની સાથે પોલીસે વાલીઓને જો ગેરકાયદે પ્રવૃત્તિ થતી હશે તો તેની તપાસ કરવાનું વચન પણ આપ્યું છે. પોલીસે આ કેસમાં હત્યાની કલમ ઉમેરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સવારના 8.45 વાગ્યાથી સ્કૂલ પર મોટી સંખ્યામાં લોકો ઉમટવાનું શરૂ થયું હતું. તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર હતી. વિદ્યાર્થીના મોતના સમાચાર વાયુવેગે ફેલાતા જોતજોતામાં સ્કૂલે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા.
MURDER IN SEVENTH DAY SCHOOL : સવારે 11 વાગ્યા સુધીમાં સ્કૂલમાં 2000 જેટલા લોકો એકઠા થઈ ગયા હતા. અચાનક જ ટોળાએ હિંસક રૂપ ધારણ કર્યું અને સ્કૂલમાં પ્રવેશ્યું. ટોળાને જે સામે મળ્યું તેને માર માર્યો. પાર્કિંગમાં પડેલી બસો, ગાડીઓ અને ટુ-વ્હીલરમાં ભારે તોડફોડ મચાવી. બાદમાં એક સ્ટાફની બોચી પકડી ઉપરના માળે લઇ ગયા. સ્કૂલ બિલ્ડિંગના દરવાજા તોડ્યા, કાચ ફોડ્યા, મિલકતને નુકસાન કર્યું.
પોલીસની સમજાવટ છતાં લોકો માનતા નહોતા. જો કે હાજર લોકોએ પોલીસની કામગીરી સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન લોકોએ પોલીસ સાથે પણ મારામારી કરી હતી. જેને પગલે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
MURDER IN SEVENTH DAY SCHOOL : બે કલાક સુધી પોલીસ અને વાલીઓ વચ્ચે સમજાવટ ચાલી હતી. પરંતુ પોલીસ દ્વારા પરિસ્થિતિ કાબુમાં લઈ શકાઈ નહોતી. પોલીસે મહિલાઓ પર પણ બળપ્રયોગ કર્યો હતો. લોકો ગેટ કૂદીને સ્કૂલમાં પ્રવેશતા ફરી પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું.
આ દરમિયાન બજરંગ દળ,VHP,ABVPના કાર્યકરો પણ સ્કૂલે આવી પહોંચ્યા હતા. તેઓએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા. જેથી પોલીસ ABVPના નેતાને વાળ અને કોલર પકડીને અંદર લઈ ગઈ હતી.જો કે કોઈપણ ભોગે સ્થિતિ કાબૂમાં ન આવતા જેસીપી શરદસિંઘલ સહિત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ટીમને મેદાનમાં ઉતારવામાં આવી હતી. સતત 4 કલાક સુધી લોકોએ સ્કૂલ બાનમાં લીધી હતી અને કોઈ વાતે ટસના મસ થવા તૈયાર નહોતા.
MURDER IN SEVENTH DAY SCHOOL : સ્વયંભૂ રોષ 4 કલાક બાદ શાંત પડ્યો હતો. ત્યાર બાદ 2 વાગ્યે મૃતક વિદ્યાર્થી નયનની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. તેનો મૃતદેહ સેવન્થ ડે સ્કૂલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં મહિલાઓ અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. મહિલા પોલીસ સાથે ઝપાઝપી અને બોલાચાલી થતાં પોલીસે મહિલા ઉપર હાથ ઉપાડ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જેસીપી, ડીસીપી અને સેક્ટર 2 જેસીપી સહિતના અધિકારીઓની નજર સામે આ સમગ્ર બનાવ બન્યો હોવા છતાં પણ તેઓ શાંતિથી ઉભા રહ્યા હતા.
મૃતક વિદ્યાર્થીની અંતિમયાત્રામાં 2000થી વધુ લોકો જોડાયા હતા. ડીસીપી, પીઆઇ સહિતના પોલીસ કાફલા સાથે અંતિમયાત્રા જ્યાં વિદ્યાર્થીની હત્યા થઈ એટલે કે તેની સ્કૂલ પાસેથી જ નીકળી હતી. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
MURDER IN SEVENTH DAY SCHOOL : સ્થિતિ વણસતા પોલીસ પહોંચી હતી. પરંતુ પોલીસ પણ ટોળા પર કાબૂ કરી શકી નહોતી. સ્થિતિ એટલી ભયાનક હતી કે પોલીસ જ્યારે સ્ટાફને બચાવીને લઈ જઈ રહી હતી ત્યારે પણ ટોળું માર મારતું હતું અને પોલીસની ગાડી પણ ટોળાએ ઉંચી કરી નાંખી હતી.
આ મામલે શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે, ‘શાળામાં વિદ્યાર્થીની હત્યાની સમગ્ર ઘટનાના તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ માટે હું મૃતકના પરિજનોને સાંત્વના આપું છું. આ ઘટના સામાજિક ચિંતન અને મનનનો વિષય છે. નાની ઉંમરમાં ચાકુથી લઈને હુમલો કરવો એ તમામ લોકો માટે એક રેડ સિગ્નલ છે. આવી વિકૃત માનસિકતા ધરાવનારા બાળકો પર માતા-પિતાએ નજર રાખવી જોઈએ. શાળાના નાના ઝઘડામાં મર્ડર સુધી પહોંચવું તે એક ચિંતાનો વિષય છે.
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો