મુંદ્રા માં સફાઈ અભિયાન હાથ ધરાયું
રિપોર્ટ:- જલ્પેશ ખત્રી
C.I S.F. મુંદ્રા દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્છતા અભિયાન કરવામાં આવ્યું હતુ.
મુંદ્રા મઘ્યે તા.04.10.2022 ના રોજ સી.એચ.સી, હોસ્પિટલ મુન્દ્રાના પરિસરમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (ગૃહ મંત્રાલય, ભારત સરકાર) ના કર્મચારીઓ દ્વારા સફાઈ કરવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાન ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન 2.0 અંતર્ગત કરવામાં આવ્યું હતું, જે 02.10.2022 થી 31.10.2022 સુધી છે. આસિસ્ટન્ટ કમાન્ડન્ટ દલીપ સિંહની આગેવાની હેઠળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના 19 ફોર્સના સભ્યોએ આ અભિયાનમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું.