MUNDRA : મુન્દ્રા તાલુકાના લાખાપર ગામે બાલસંસ્કાર શિબિર યોજાઈ. આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ નું આયોજન.
MUNDRA : મુન્દ્રા તાલુકાના લાખાપર ગામે આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે તાજેતરમાં સંઘના કાર્યવાહક પરમ પૂજ્ય તારાચંદમુનિ મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય પ્રશાંતમુનિ મહારાજ સાહેબ અને મહાસતીજીઓની પાવન નિશ્રામાં બાળસંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
MUNDRA : દાતા રંજનબેન વસંતલાલ મારું ના સૌજન્યથી યોજાયેલી આ બાલસંસ્કાર શિબિરમાં પરમ પૂજ્ય પ્રશાંતમુનિ મહારાજ સાહેબે દેશભક્તિ, વાર્તા, યોગા પ્રભુભક્તિ વગેરેનું વિગતે માર્ગદર્શન આપેલ હતું. આ બાલસંસ્કાર શિબિરમાં લાખાપરના બાળકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. શિબિરમાં જોડાનાર તમામ બાળકોને ભેટ આપીને પ્રોત્સાહિત કરાયા હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.