#Mumbai મુંબઇ માં કુરબાનીના બકરા પર ‘રામ’ લખ્યું, મોટી કાર્યવાહી
મહારાષ્ટ્રના મુંબઈમાં #Mumbai ધાર્મિક લાગણી ભડકાવવા બદલ ત્રણ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. અહીં એક મટનની દુકાનના માલિકે કુરબાનીની બકરી પર ‘રામ’ લખ્યું હતું. આ બકરીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. હિંદુ સંગઠનોએ આરોપીઓ વિરુદ્ધ કેસ કર્યો હતો. પોલીસે હવે કાર્યવાહી કરીને મટનની દુકાનને સીલ કરી દીધી છે. ત્રણ લોકો સામે કેસ પણ કર્યો છે. દુકાનનું લાયસન્સ રદ્દ કરવાની માગ થઇ રહી છે.
#Eid #Mumbai #Ram #Qurbani #Police