Muharram : કચ્છ માં કોમી એખલાસ સાથે મોહરમ નું પર્વ મનાવાશે
Muharram : અખિલ કચ્છ મોહરમ તાજીયા કમિટી ની ગાઈડલાઈન મુજબ સમગ્ર કચ્છ માં જુલુસો સાથે મોહરમ મનાવવામાં આવશે.
Muharram : અહીં અખિલ કચ્છ મોહરમ અને તાજીયા કમિટી ની બેઠક કચ્છ જિલ્લા નાં તમામ શહેરો, ગામડાઓ નાં વિવિધ માતામો નાં માતામીઓ, તાજીયા કમિટીઓ નાં પ્રમુખો, મજલિસે હુસૈન નાં સભ્યો, સબીલે હુસૈન નાં સભ્યો તેમજ વરસાદ નાં લીધે ટેલિફોન નાં માધ્યમ થી જોડાયેલ સભ્યો ની ઉપસ્થિતી માં અખિલ કચ્છ મોહરમ અને તાજીયા કમિટી નાં પ્રમુખશ્રી અને કચ્છ ની કોમીએકતા નાં પ્રતીક પીર સૈયદ કૌશરઅલીશાહ હાજીમખદુમઅલી બાપુ નાં અધ્યક્ષસ્થાને પીર અબ્દુલ્લાહશા ઉર્ફે ઈટારાપીર ની દરગાહ ખાતે યોજાઈ હતી. આ મિટિંગ માં બહોળી સંખ્યામાં તાજીયા કમિટી નાં સભ્યો એ હાજરી આપી હતી.
Muharram : મહોરમ નો વાર્ષિક શ્રદ્ધાળુઓ નો પર્વ જુલાઈ તા.૧૭/૦૭/૨૦૨૩ અષાઢ વદ અમાસ સોમવાર થી જુલાઈ તા.૩૦/૦૮/૨૦૨૩ રવિવાર સુધી માં પૂરું થશે. સમગ્ર કચ્છ માં કરબલા નાં અમર શહીદો ની યાદ માં મોહરમ નો ગમ નો પર્વ શાંતિ, એખલાસ તેમજ કોમી ભાઈચારા, સુલેહ શાંતિ અને કોમી સદભાવના સાથે મનાવવામાં આવશે.મોહરમ નિમિત્તે કરબલા નાં અમર શહીદો ની યાદ માં નીકળતા પંજાઓ, અલમો,નિશાનો,દુલદુલો, સેજો,તાજિયાઓ, સરઘસો,સબીલો, મજલિસો, ઓસાણીઓ-માતમ નો આયોજન કરવામાં આવશે.
Muharram : માંડવી મધ્યે અખિલ કચ્છ મોહરમ અને તાજીયા કમિટી ની બેઠક માં ક્ચ્છભર માં મોહરમ નિમિતે થનારી ઉજવણી અંગે વિચાર વિર્મશ કરી વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. અખિલ કચ્છ મોહરમ અને તાજીયા કમિટી નાં પ્રમુખશ્રી નાં માર્ગદર્શન મુજબ સદરહુ વ્યવસ્થાએ મોહરમ મનાવવા સંબંધે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવેલ.
Muharram : અખિલ કચ્છ મોહરમ તાજીયા કમિટી દ્વારા કમિટી નાં પ્રમુખ તરીકે પીર સૈયદ કૌશરઅલીશાહ હાજીમખદુમઅલી બાપુ ની મોહરમ નિમિત્તે ની સેવાઓ ને બિરદાવાઈ હતી.
Muharram : અખિલ કચ્છ મોહરમ તાજીયા કમિટી દ્વારા સમગ્ર કચ્છ માં મોહરમ ની ઉજવણી અંગે જે ગાઇડલાઇન બહાર પાડવા માં આવે તે મુજબ જ વર્ષો ની પરંપરાઓ, રશમો-રિવાજો અને પ્રણાલીકાઓ મુજબ મોહરમ ની ઉજવણી કરી કોમીએકતા સાથે શ્રદ્ધારૂઓ ની આસ્થા અને અકિદત જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવા જણાવાયું હતું.
Muharram: The festival of Muharram will be celebrated with communal enthusiasm in Kutch
Muharram : કોમી એકતા નાં પ્રતીક અને અખિલ કચ્છ મોહરમ તાજીયા કમિટી નાં પ્રમુખ શ્રી પીર સૈયદ કૌશરઅલીશા હાજીમખદુમઅલી બાપુ એ જણાવ્યું હતું, કે મોહરમ નું પર્વ એ મુસ્લિમ સમાજ નું નહિ પણ સમગ્ર માનવજાત નું પર્વ છે. મોહરમ એ શાંતિ, સલામતી, આસ્થા, અકીદત અને ગમ નો પર્વ છે જે પર્વ આપણ ને કોમી એકતા અને ભાઈચારા સાથે મનાવવું જોઈએ.બાપુ એ વધુ માં જણાવ્યું હતું કે કરબલા નાં અમર શહીદો કોઈ એક કોમ, એક ફીરકા અથવા કોઈ એક દેશ માટે નહિ પરંતુ તમામ માનવજાત, ઇન્સાનિયત, બહેનો ની આબરૂ નાં રક્ષણ અને સત્યતા માટે શહીદ થયા હતા. તેઓ સત્યતા અને આઝાદી નાં રેહબર છે. દેશ માં કોમીએકતા, ભાઈચારો જરવાઈ રહે તે માટે દુઆ કરી કચ્છ માં મોહરમ નાં પર્વ મનાવવા સંદર્ભે કચ્છ જિલ્લા નાં માનનીય અધિકારી સાહેબશ્રીઓ, સ્થાનિક અધિકારીશ્રીઓ, તેમજ પ્રજાકીય પ્રતિનિધિઓ નાં સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યું હતું.
Muharram : કરબલા નાં અમર શહીદો ની યાદ માં મનાવવામાં આવતા મોહરમ નો પર્વ અમાસ ની તારીખ થી ૧૨મી મોહરમ સુધી એટલે કે તા.૧૭/૦૭/૨૦૨૩, સોમવાર થી તા.૩૦/૦૭/૨૦૨૩, રવિવાર સુધી મોહરમ ની જુદી જુદી તારીખો માં ધાર્મિક પ્રવુતિઓ, મજલિસો, ઓસાણીઓ, મરસિયાઓ, સબીલો અને ઈબાદતો નું આયોજન કરવામાં આવશે.જાહેર માર્ગ પર આવતા જુલુસો સાથે તમામ ધાર્મિક પરંપરાઓ જે આશરે છેલ્લા ૫૦૦ વર્ષો થી કચ્છ માં થઇ રહી છે તે મુજબ કોમી એખલાસ, સદભાવના સાથે તાજીયાઓ, સેજો, નિશાનો, પંજાઓ, ઘોડાઓ, દુલદુલો, મજલિસો, સબીલો, ધમાલો, મરસિયાઓ, ઓસાણીઓ નો ગમગીન વાજિંત્રો સાથે આયોજન કરવામાં આવશે.
Muharram : તેમજ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ માંડવી મધ્યે કોમીએકતા અને ભાઈચારા નો સંદેશ આપતી સર્વ ધર્મ કોમી સદભાવ માનસ મોહબ્બત મજલિસ કોમીએકતા નાં મસીહા સૌના દુઆગીર પીર સૈયદ હાજીમખદુમઅલી હાજીતકીશા બાપુ (રહમતુલ્લાહ અલયહ)નાં માર્ગદર્શન મુજબ સૂફી સંતો – મહંતો, કચ્છ જિલ્લા નાં માનનીય અધિકારી સાહેબશ્રીઓ, સ્થાનિક અધિકારીશ્રીઓ, તેમજ પ્રજાકીય પ્રતિનિધિઓ અને વિવિધ સમાજો આગેવાનો તથા મહાનુભાવો, સામાજિક સંસ્થાઓ નાં આગેવાનો ની પ્રેરક ઉપસ્થિતી માં યોજવામાં આવશે તેમજ બીપરજોય વાવાઝોડા માં સેવા આપનાર મહાનુભાવો, સામાજિક સંસ્થાઓ અને વહીવટી પદાધિકારીઓ નો સન્માન કરવામાં આવશે .
Muharram : મોહરમ ખુબ જ અદબ અને શિષ્ટાચાર સાથે મનાવવા અપીલ કરાઈ હતી. મોહરમ નાં સરઘસો દરમ્યાન જો કોઈ વ્યક્તિ નશા ની હાલત માં જણાશે તો તેના વિરુદ્ધ પોલીસ ને કાર્યવાહી કરવા જણાવાયું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે દરેક સરઘસ માં સ્વયં સેવકો ની ટીમ ઉભી કરાશે.બહેનોને જુલુસ ની વચ્ચે ન આવવા જણાવાયું છે બહેનો નાં બેસવા માટે ની અલગ થી વ્યવસ્થા ગોઠવવા દરેક ગામ નાં તાજીયા પ્રમુખ અને માતામીઓ ને જણાવાયું છે.જો કોઈ જગ્યા એ મોહરમ નિમિતે પ્રશ્ન ઉભો થાય અથવા તો કોઈ વ્યક્તિ શંકાસ્પદ દેખાય તો તાત્કાલિક ધોરણે પોલીસ તંત્ર તેમજ અખિલ કચ્છ મોહરમ તાજીયા કમિટી નો સંપર્ક કરવા સૂચના અપાઈ હતી.
Muharram : મિટિંગ દરમ્યાન મોહરમ તાજીયા કમિટી નાં સિનિયર આગેવાન બાયડ નુરમામદ ઉંમરભાઈ દ્વારા પીર સૈયદ કૌશરઅલીશા હાજીમખદુમઅલી બાપુ નું સન્માન કરવામાં આવ્યું હતું. પીર સૈયદ લતીફશા બાપુ (સીનુગ્રા), પીર સૈયદ અસગરશા બાપુ (મોટા આસંબીયા ) એ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
Muharram : આ મિટિંગ માં પીર સૈયદ કૌશરઅલીશા બાપુ, થૈમ હાજી અ. શકુર પટેલ, સૈયદ નસીબશા હબીબશા, સૈયદ અસગરહુસૈન હાજીમખદુમઅલી બાપુ, પીર સૈયદ લતીફશા, સૈયદ અસગરશા, સૈયદ જહાંગીરશા હાસમશા, સૈયદ મકબુલહુસૈન મુતલબશા, બાયડ નુરમામદભાઈ ઉંમરભાઈ, હનીફ હાજીઅહમદ જંગીયા, સૈયદ અશરફશા જખૌ,ગનીભાઇ કુંભાર, કાસમભાઈ રાયમા, મેમણ પપુ, મેમણ હુસૈન, સૈયદ અ. રઝાકશા,સૈયદ હસરતઅલી, યાકુબ વાઘેર, ઉંમર વાઘેર, અહેમદ પઠાણ, મેર હુસૈન,ભજીર જાકીર, અબ્દુલ ઈબ્રાહીમ,હાલેપોત્રા અબુબકર,ચાકી હનીફ, લંગા યાકુબ ઓસમાણ, મથડા યાકુબ દાઉદ,સલીમભાઇ સોતા, ચવાણ રજાક,,અબ્દુલ કુંભાર,સોઢા નુરમામદ, આરીફ નોડે, સૈયદ યાસીનશા, જત હારૂનભાઈ સુમાર, જત હાસમ, જત અબ્દુલ્લાહ, અનવર ઇસ્માઇલ, સરફરાઝ ચાકી,સૈયદ અસલમ બાપુ, ધોબી દાઉદ, ,મોહસીન મુસ્તાક મુન્શી, તુરીયા અશદ, અહમદ ખલીફા, અકબર નોડે, અહમદ નારેજા, સમદ નારેજા, ઇમરાન વર્યા, કાસમ વર્યા, અશફાક ખલીફા, રહીમ વર્યા ફૈઝલ સમા, ઈબ્રાહીમ (બાપા) નારેજા ‘ સિકંદર ચાકી,અબ્બાસ ઓઢેજા, લુહાર અબ્દુલ અબુબકર,ચવાણ હાસમ, હારૂન ચવાણ, ઇકબાલ ગગડા,તેમજ કચ્છ જિલ્લા નાં તમામ શહેરો, ગામડાઓ નાં વિવિધ માતમો (ઇમામવાડાઓ) નાં માતામીઓ, તાજીયા કમિટી નાં પ્રમુખો, મજલિસ એ હુસૈન નાં સભ્યો, સબીલે હુસૈન નાં સભ્યો તેમજ તાજીયા કમિટી નાં સભ્યો હાજર રહ્યા હતા. તેવું અખિલ કચ્છ મોહરમ અને તાજીયા કમિટી ની યાદી માં જણાવાયું હતું.