MP મધ્યપ્રદેશમાં ફટાકડાં ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના સામે આવી રહી છે. ફેક્ટરીમાં એક પછી એક વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા છે. જેના લીધે ઊંચી ઊંચી આગની જ્વાળાઓ ઊઠી રહી છે. આ ફેક્ટરીમાં કામ કરનારા અનેક લોકો તેમાં ફસાયા હોવાની આશંકા છે. કેટલાક અહેવાલોમાં 5 લોકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે અત્યાર સુધી મૃતકાંકની પુષ્ટી થઇ શકી નથી.
50થી વધુ મકાનો પણ લપેટમાં આવ્યા હોવાની આશંકા
MP: ફટાકડાં ફેક્ટરી ગેરકાયદે રીતે સંચાલિત થતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેના લીધે આજુબાજુના 60થી વધુ મકાનો વિસ્ફોટ અને આગની લપેટમાં આવી ચૂક્યા હતા. 25થી વધુ લોકોને જિલ્લા હોસ્પિટલે ખસેડાયા હોવાની માહિતી છે. 100થી વધુ મકાનોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે.
MP: વિસ્ફોટના ભયંકર અવાજથી નાસભાગ મચી
MP: માહિતી અનુસાર વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ભયાનક વિસ્ફોટ થઈ રહ્યા છે. જેના લીધે આસપાસના વિસ્તારોમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકો ડરના માર્યા આમ તેમ જીવ બચાવવા ભાગવા લાગ્યા હતા.