Mother’s day:કહેવાય છે કે ભગવાન બધી જગ્યાએ પહોંચી શકતા નથી તેથી તેમણે મા નું સર્જન કર્યું… અને આ વાતને પુરવાર કરે છે સુરત (Surat)ની એક 23 વષીય યુવતી ઉન્નતી શાહ (Unnati Shah). જેણે નાની ઉંમરે ગરીબ અને નિઃસહાય 27 જેટલી બાળકીઓને એક માતાની જેમ તે ઉછેર કરી રહી છે અને ભણાવીને પગભર પણ કરી રહી છે.
Mother’s day: મેના બીજા રવિવારને મધર્સ ડે તરીકે ઉજવાય છે
Mother’s day: મેના બીજા રવિવારને આપણે સૌ કોઈ મધર્સ ડે તરીકે ઉજવીએ છે. માતાનું મહત્વ શબ્દોમાં આંકવું મુશ્કેલ છે. ભગવાને માતાનું સર્જન જ એટલા માટે કર્યું છે કે તે બધી જ જગ્યાએ પહોંચી શકતા નથી. સુરતની ઉન્નતિ શાહે આ કહેવતને સાર્થક કરી છે. સુરતના અડાજણ વિસ્તારમાં એક બંગલાનું નામ લાડકી (Ladki) રાખવામાં આવ્યું છે. કારણ એ છે કે અહીં એક દીકરી 27 જેટલી દીકરીઓને માતાની જેમ સાચવે છે.
Mother’s day: ત્રણ વર્ષ પહેલા લાડકી નામથી સંસ્થા શરૂ કરી
Mother’s day: ઉન્નતીએ એસ્ટ્રોલોજીમાં માસ્ટર કર્યું છે. ઉન્નતી શાહે કહ્યું કે, ત્રણ વર્ષ પહેલા કોરોનામાં મારા ફોઈ ગુજરી ગયા હતા. તેમણે પોતાની વિલમાં મારા પપ્પા એટલે કે તેમના ભાઈ રજનીકાંતભાઈ શાહના નામે મિલકત કરી હતી. તેમની ઈચ્છા હતી કે તેમના આ પૈસા સારા કાર્યમાં વપરાય તેથી મારા પિતા ગરીબોને ભોજને અને જરૂરીયાતમંદોને અનાજની કીટ આપતા હતા. જેમને મદદની જરૂર છે. તેમને હું દત્તક લઈને તેઓની જવાબદારી લેવા માગું છું અને મારા આ સારા વિચારનું માતાજી હુકમ સમજીને મારા પિતા સાથે મળી મે ત્રણ વર્ષ પહેલા લાડકી નામથી સંસ્થા શરૂ કરી. રજનિકાંતભાઈ (Rajnikantbhai)એ કહ્યું અહીં ન્યાત-જાત નહીં, દરેક દીકરીને લાડકી સરનેમ અપાય છે
Mother’s day: તમામ દીકરીઓને એક જ સરનેમ ‘લાડકી’
આ જગ્યાની સારી વાત અને ખાસિયત એ છે કે અહીં જે પણ દીકરી આવે છે તે કોઈપણ નાત જાતના વગર અહીં આવે છે અને આ તમામ દીકરીઓને એક જ સરનેમ એટલે કે લાડકી સરનેમ આપવામાં આવે છે. જેથી કોઈ ભેદભાવ રહે નહીં. અહીં જેટલી પણ 27 છોકરીઓ છે દરેક છોકરીના નામની આગળ લાડકી સરનેમ લગાવવામાં આવી છે. કે ત્રણ વર્ષ પહેલા જ્યારે લાડકીની શરૂઆત કરવામાં આવી ત્યારે ઉન્નતીની ઉમર 20 વર્ષની હતી. અને તેમણે બે દીકરીઓ દતક (adopted daughters) લઈ શરૂઆત કરી હતી.
Mother’s day: દીકરીઓને તે માતાની જેમ જ સાચવે છે
Mother’s day: એવી દીકરીઓને દતક લતા કે જે દીકરીઓની નિ:સહાય, નિરાધાર છે અથવા જેમના માતા-પિતા નથી. કોઈ સિંગલ મધર છે, કોઈ જરૂરિયાતમંદ છે તેવી દીકરીઓને દતક લેવાની શરૂઆત કરી. આ દીકરીઓને તે માતાની જેમ જ સાચવે છે. હાથથી જમાડવું, ભણાવવું, પ્રાર્થના શીખવાડવી કે સાથે રમવું, દરેક કાર્ય તેઓ એક માતાની જેમ કરતા હતા અને ધીરે ધીરે ત્રણ વર્ષમાં અમારી પાસે 27 જેટલી લાડકીઓ એટલે કે 27 દીકરીઓ અમે દત્તક લઈ લીધી. આ 27 દીકરીઓમાં બે વર્ષથી લઈને 17 વર્ષની દીકરીઓનો સમાવેશ થાય છે.