મધર ઈન્ડિયા ઉર્ફે નરગીસ દત્તની સફર

અહેવાલ:- કાર્તિક જાની

દેવલોક હોય કે પછી પૃથ્વીલોક આ બંને લોક નું એક એવું પાવરફૂલ પાત્ર છે કે જે “મા” ના નામે ઓળખાય છે. એ પછી મધર ટેરેસા હોય, મમતા હોય કે પછી એ મરિયમ હોય ,”મા” નું પાત્ર એટલું સરસ છે જે ભગવાન ને પણ અવતર્યા છે અને માનવજીવ ને પણ.આ સૃષ્ટિ ની રચના મા અહેમ ભુમિકા ” મા ” એ ભજવી છે. ત્યારે સને આ. ૧૯૭૭ ના અરસામાં એ વખત ની સુપર ડૂપર હિટ ફિલ્મ
” મધર ઈન્ડિયા ” આજ પણ ” મધર ઈન્ડિયા ” નું આવે તો એ જમાના ની મહશુર હિરોઇન ” નરગીસ ” યાદ આવે ,

૧લી જુન એટલે વિતેલા જમાનાની મશહુર અભિનેત્રી સ્વ.નરગીસનો જન્મ દિવસ.
માત્ર ૫૧ વર્ષની ઉમરે પેન ક્રીઆટીક કેન્સરથી ૧લી મે ૧૯૮૧ માં મુબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.

આ મશહુર અભિનેત્રી સ્વ.નરગીસનું મૂળ નામ ફાતીમા રાશીદ હતું , પણ ફિલ્મ જગત મા તેઓ નરગીસ ના નામ થી જાણીતાં થયેલ.
નરગીસ નામનો સરસ અર્થ “નાર્સિસસ એક પ્રકારનું ફૂલ એવો થાય છે.

તેઓ નો જન્મ ૧ જૂન, ૧૯૨૯, કલકત્તા, પશ્ચિમ બંગાળ માં થયું હતું અને મૃત્યુ ૩ મે, ૧૯૮૧ (૫૧ વર્ષ) મુંબઈ માં થયું હતું.

નરગીસ અને સુનીલ દત ની સાચી પ્રણય ગાથા નો પ્રારંભ ફિલ્મ મધર ઇન્ડીયા ના શુટીંગ દરમ્યાન એક આકસ્મિક રીતે આગ લાગવાના લીધે થયો હતો ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ ના એક સીનને શૂટ કરવા માટે ઘાસ પથરાયેલું હતું. તેમને આ દ્રશ્ય કરવા માટે આગ લગાવી હતી. આગ ધીરે ધીરે વધી ગઈ, જેમાં નરગીસ ફસાઈ ગયા હતા ત્યારે સુનિલ દત્તે તે સમયે પોતાની જાનની પરવા કર્યા વિના નરગીસને બચાવવા આગમાં કૂદી પડ્યા હતા. આ અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે એટલી ખરાબ રીતે દાઝી ગયા હતા કે તે બેહોશ થઈ ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં નરગીસે તેમની રાત-દિવસ સંભાળ રાખી હતી. આ ઘટના બાદ નરગીસ અને સુનિલ દત્તે એક બીજાને પત્રો લખીને પોતાનો પ્રેમ વ્યક્ત કરતા હતા.. આ પ્રેમ પ્રણય માં પરીણામતા નરગીસ અને સુનિલ દત્તે વર્ષ ૧૯૫૮ માં લગ્ન કર્યા હતા આ દંપતીને સંતાન રૂપે સંજય દત્ત, પ્રિયા દત્ત અને નમ્રતાદત્ત ત્રણ સંતાનો હતા. લગ્નના થોડા સમય પછી જ સુનીલ દત્તને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે તે કેવી રીતે તમે નરગીસના પ્રેમમાં પડયા તેમણે જણાવ્યું કે રીયલ જીંદગી મા સ્ત્રી એ બે કિરદાર નીભવવાના હોય છે આ બંને કિરદાર મને નરગીસ મા જોવા મળેલ હંમેશાં, પત્ની રૂપમાં કરુણા સાથે સમજણ મળી.
આમ એક સફળ પત્ની પોતાના સંતાનો માટે “મા” બની સરસ દાંપત્ય જીવન વિતાવ્યું હતું.

નરગીસના ફિલ્મી કેરિયર ને લઇ તેઓને અનેકો સન્માન અને પુરસ્કાર મળેલ છે..

★ ૧૯૫૭ – ફિલ્મફેર બેસ્ટ અક્ટ્રેસ અવૉર્ડ, મધર ઇન્ડિયા

★ ૧૯૫૮ – કાર્લોવી વૅરી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે મધર ઇન્ડિયા માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે ..

★ ૧૯૫૮ – પદ્મ શ્રી – આ અવૉર્ડથી નવાજવામાં આવેલાં પ્રથમ ફિલ્મી હસ્તી.

★ ૧૯૬૮ – શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો નેશનલ ફિલ્મ અવૉર્ડ, રાત ઔર દિન ફિલ્મ માટે.

★ નરગીસ દત્ત “ઉર્વશી અવૉર્ડ” વિજેતા પણ હતાં, ભારતમાં ફિલ્મની અત્રિનેત્રીને આપવામાં આવતું આ સૌથી ઊંચું સન્માન છે.

★ રાજ્યસભામાં (ભારતીય સંસદનું ઉપલું ગૃહ)(૧૯૮૦-૮૧),નિમણૂક પામનારાં પ્રથમ અભિનેત્રી -તેમના ચાલુ સત્ર દરમિયાન માંદા પડીને અવસાન પામ્યાં હતાં.

★ ૮ જાન્યુઆરી ૨૦૦૧ ના રોજ, અમિતાભ બચ્ચન અને નરગીસ દત્તને હીરો હોન્ડા અને ફિલ્મને લગતા મૅગેઝિન “સ્ટારડસ્ટ” દ્વારા “બેસ્ટ આર્ટિસ્ટસ ઓફ ધ મિલેનિયમ(સહસ્ત્રાબ્દિના સર્વશ્રેષ્ઠ કલાકાર)”ના અવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતા

આજ પણ લોકો નરગીસ દત્ત ને આદર પુર્વક જોવે છે.. આજે આ પાવર લેડી નો જન્મદિવસ છે.તેમના ચાહક મિત્રો તરફથી શ્રદ્ધા સુમન ..

One thought on “મધર ઈન્ડિયા ઉર્ફે નરગીસ દત્તની સફર

  1. સરસ….!! સચોટ અને વધુ ઉંડાણ પૂર્વક માહિતી આપતો અહેવાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *