મોરબીના પંચાસર ગામે ગાડીમાં લખાણ મામલે યુવાનને ધમકી
મોરબી તાલુકાના પંચાસર ગામમાં નજીવી બાબતે મારામારીની ઘટના બની છે જેમાં એક શ્રમિક યુવાનની કારમાં જય ભીમ લખેલ હોય જે કાઢી નાખવાનું કહીને એક ઇસમેં યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
જે બનાવ મામલે જગદીશભાઈ બાબુભાઈ પરમાર (ઉ.વ.૩૫) નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૯ ના રોજ તેઓ ગામની દુકાને માવો ખાવા તેમજ છોકરાઓ ભાગ લેવા ગયા હોય ત્યારે ગામના હિતુભા વિક્રમસિંહ ઝાલા ત્યાં આવીને ફરિયાદી જગદીશભાઈ પરમાર અનુ.જાતિના હોય તે જાણવા હોવા છતાં તારી ગાડીમાં જય ભીમ લખેલ છે તે કાઢી નાખજે જેથી ફરિયાદીએ કારણ પૂછતાં ટુ કાઢી નાખજે એક વાર કહીશ બીજી વખત નહિ કહું તેમ આરોપીએ કહયું હતું જેથી તે કાઢી નાખવાની વાત કરી ફરિયાદી નીકળી ગયા હતા અને બાદમાં ફરિયાદી જગદીશભાઈ તેના કાકા કરશનભાઈ કેશાભાઇ પરમારના ઘરે ગયા જ્યાં સમગ્ર બનાવની વાત કરી હતી અને બાદમાં અગિયાર વાગ્યાના અરસામાં ઘરે જતા હોય ત્યારે હિતુભા દરબાર ફરિયાદીના ઘરે આવ્યા હતા અને પિતા બાબુભાઈને કહેતા હતા કે તારો દીકરો ક્યાં છે તે જ્યાં હોય ત્યાં હું તેને મારી નાખીશ
દરમ્યાન ફરિયાદી ત્યાં જતા હિતુભા કહેવા લાગેલ કે તને કીધું છે ગાડીમાં જય ભીમ લખેલ છે
તે કાઢી નાખજે તેમ કહી ઉશ્કેરાઈ જઈને ઝપાઝપી કરવા લાગ્યા હતા અને પરિવારજનો છોડવવા વચ્ચે પડ્યા હતા ત્યારે આરોપીએ તારે જેને કહેવું હોય તેને કહેજે, જ્યાં જવું હોય ત્યાં જજો હું હમણાં ભડાકો લઈને આવું છું ગોળી મારી તને જાનથી મારી નાખીશ કહીને ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે આરોપી હિતુભા વિક્રમસિંહ ઝાલા રહે પંચાસર વાળા વિરુદ્ધ મારામારી અને ધમકી તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે