પીયૂષ ગોયલના ઘરે જઈને મોદીએ વિઘ્નહર્તાની પૂજા કરી

પીયૂષ ગોયલના ઘરે જઈને મોદીએ વિઘ્નહર્તાની પૂજા કરી

બુધવારે ગણેશચતુર્થીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના ઘરે ગણપતિ પૂજામાં હાજરી આપી હતી. અહીં તેમણે ભગવાન ગણપતિની પૂજા પણ કરી હતી. આ દરમિયાન તેઓ આછા પીળા રંગનો કુર્તો પહેરેલા અને ખભા પર શાલ રાખેલા જોવા મળ્યા હતા. આ પૂજામાં અભિષેક મનુ સિંઘવી, સ્વપ્ન દાસ ગુપ્તા પણ હાજર રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો પીએમઓએ યુટ્યૂબ પર શેર કર્યો છે. આ પહેલાં પીએમ મોદીએ ગણેશચતુર્થીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ગણપતિ પૂજાની તસવીર સાથે સંસ્કૃતમાં શ્લોક પોસ્ટ કર્યો હતો. તેમણે લખ્યું- ‘ગણેશચતુર્થીની શુભકામના. ભગવાન ગણેશના આશીર્વાદ હંમેશાં તમારી સાથે રહે.

રાષ્ટ્રપતિએ પણ શુભકામના પાઠવી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ ગણેશચતુર્થીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કર્યું, ‘ગણેશચતુર્થી પર તમામ દેશવાસીઓને હાર્દિક અભિનંદન. વિઘ્નહર્તા અને મંગલમૂર્તિ ભગવાન ગણેશ જ્ઞાન, સિદ્ધિ અને સૌભાગ્યના પ્રતીક છે. મારી પ્રાર્થના છે કે શ્રી ગણેશના આશીર્વાદથી દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંચાર થાય.
9 ઓગસ્ટ સુધી ચાલશે ગણેશોત્સવ
ગણેશોત્સવ 31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ચાલશે. 31 ઓગસ્ટે ગણેશચતુર્થીના દિવસથી દેશભરમાં 10 દિવસનો ગણેશોત્સવ શરૂ થઈ ગયો છે, જે 9 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. દેશભરમાં ઘરો, સોસાયટીઓ, દુકાનો અને ઓફિસોમાં ગણપતિની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. 10મા દિવસે તેમનું વિસર્જન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *