મોડાસા શહેરમાં ખુલ્લેઆમ 20 તલવાર સાથે ત્રણ શખ્સો ફરતા PI વાઘેલાને નજરે પડતા દબોચી લઇ જેલમાં ધકેલ્યા

મોડાસા શહેરમાં અસામાજીક તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં હિંમતનગરના ત્રણ શખ્સો તલવારો સાથે કોઈ ગુન્હાને અંજામ આપવા કે વેચાણ અર્થે ફરતા ટાઉન પોલીસ ઇન્સ્પેકટર વાઘેલાને નજરે ચઢતા ત્રણે શખ્સોને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી તલવારો સાથે ઝડપાયેલ ત્રણે આરોપી સામે ખુદ પીઆઈ વાઘેલા ફરિયાદી બન્યા છે

મોડાસા ટાઉન પીઆઇ ડી.કે.વાઘેલા અને તેમની ટીમ શનિવારે બપોરે શહેરમાં પેટ્રોલિંગ હાથધરતા બસ સ્ટેન્ડ પાછળ વિસ્તારમાં ત્રણ શખ્સો તલાવરો સાથે જોવા મળતા ચોંકી ઉઠ્યા હતા ત્રણે શખ્સોને અટકાવી તલાસી લેતા તેમની પાસેથી ગેરકાયદેસર 20 તલવારનો મળી આવતા પોલીસે હિંમતનગરની ગિરધર નગર સોસાયટીમાં રહેતા 1)પરમવીર શક્તિસીંગ લવાર,2)ધનરાજ દાસસ્તાન લવાર અને 3) કિશન જોગીન્દર ગાદલીયા નામના ત્રણે આરોપીઓ સામે અલગ અલગ જીપી એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

પોલિસે અલગ અલગ દિશાઓમાં પણ તપાસ હાથ ધરી છે. અરવલ્લી જિલ્લામાં ક્રાઈમ રેશિય સતત વધી રહ્યો છે આ વચ્ચે પોલિસે તલવાર સાથે ત્રણ ઇસમને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *