મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10000 રન બનાવી ઈતિહાસ સર્જ્યો

ન્યુ દિલ્હી :

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સુપર સ્ટાર ખેલાડી મિતાલી રાજે ઈતિહાસ રચી દીધી છે.મિતાલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 10000 રન પૂરા કર્યા છે.

મિતાલી ભારત માટે 10000 રન કરનાર પહેલી મહિલા ખેલાડી બનવાની સાથે સાથે દુનિયાની બીજી મહિલા ખેલાડી બની છે.આજે સાઉથ આફ્રિકા મહિલા ટીમ સામે રમાઈ રહેલી ત્રીજી વન ડેમાં તેણે આ રેકોર્ડ બનાવ્યો હતો.

જોકે તે લાંબી ઈનિંગ રમી શકી નહોતી અને રેકોર્ડ બનાવ્યા બાદ એક રન વધારે જોડીને આઉટ થઈ ગઈ હતી.જોકે સાથે સાથે તે વન ડે ક્રિકેટમાં 7000 રન કરનાર પહેલ મહિલા ક્રિકેટર બનવાથી હવે 36 જ રન દુર છે.જ્યારે 10 ટેસ્ટમાં તેણે 663 રન અને 89 ટી 20 મેચમાં 2346 રન બનાવ્યા છે.

ભારતના ક્રિકેટ બોર્ડે પણ મિતાલી રાજને અભિનંદન આપ્યા છે.38 વર્ષીય મિતાલી રાજ પહેલા ઈંગ્લેન્ડની મહિલા ખેલાડી ચાલોર્ટ એડવર્ડસે આ સિધ્ધિ હાંસલ કરી હતી.

મિતાલી રાજ આજે પોતાની 311મી ઈન્ટરનેશનલ મેચ રમી રહી છે.તેણે 1999માં ડેબ્યુ કર્યુ હતુ અને ટેસ્ટ મેચમાં તેની એવરેજ 51 તથા 212 વન ડે મેચમાં એવરેજ 50.53ની રહી છે.જ્યારે ટી 20માં તેણે 37.52ની એવરેજથી રન બનાવ્યા છે.

તેની કેરિયરમાં 75 હાફ સેન્ચુરી અને આઠ સેન્ચુરી પણ તેના નામે છે.ટેસ્ટમાં એક માત્ર સેન્ચુરી ઈંગ્લેન્ડ સામે 2017માં પટકારી હતી અને આ ડબલ સેન્ચુરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *