
ચેસની રમતમાં અભિમન્યુ મિશ્રાએ ઈતિહાસ રચી દિધો છે. 12 વર્ષના અભિમન્યુએ સૌથી નાની ઉંમરમાં ચેસનો ગ્રાન્ડ માસ્ટર બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલાં આ રેકોર્ડ 12 વર્ષ અને 7 મહિનાની ઉંમરના સેરગે કર્જાકિને 2002ના વર્ષમાં બનાવ્યો હતો.
અભિમન્યુએ સૌથી નાની ઉંમરમાં ગ્રાન્ડ માસ્ટર બનવાનો આ રેકોર્ડ પોતાની 12 વર્ષ, 4 મહિના અને 24 દિવસની ઉંમરમાં બનાવી લીધો છે.
ન્યુ જર્સીમાં રહેતા અને મુળ ભારતના અભિમન્યુએ બુડાપેસ્ટમાં આયોજીત આ ગેમમાં પોતાનું ત્રીજું ગ્રાન્ડ માસ્ટર મેળવ્યું છે. ગ્રાન્ડ માસ્ટર માટે જરુરી 2500 ELO રેટિંગ અભિમન્યુએ પહેલાં જ મેળવી લીધું હતું. અભિમન્યુએ આ જીત 15 વર્ષના ભારતીય ગ્રાન્ડ માસ્ટર લીઓન લ્યુક મેંડોંકાને હરાવીને મળવી છે. અભિમન્યુએ સતત 9 રાઉન્ડ સુધી પોતાની ગેમ સારી રીતે રમીને 2600થી વધુ પોઈન્ટ મેળવ્યા હતા જે ગ્રાન્ડ માસ્ટરના નિયમો પ્રમાણે હતું.