મોરબીમાં પરપ્રાંતીય શ્રમિકોની માહિતી નહિ આપનાર, મકાન ભાડે આપનાર વિરુદ્ધ કાર્યવાહી

મોરબીમાં પરપ્રાંતીય શ્રમિકોની માહિતી નહિ આપનાર, મકાન ભાડે આપનાર વિરુદ્ધ કાર્યવાહી

        મોરબી જીલ્લામાં પરપ્રાંતીય શ્રમિકો અંગે માહિતી આપવા માટે જીલ્લા કલેકટરનું જાહેરનામું અમલી હોવા છતાં નિયમભંગ કરવામાં આવે છે ત્યારે પોલીસે કારખાનાના કોન્ટ્રાકટર, મકાન ભાડે આપનાર મકાન માલિકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે

        મોરબી સીટી બી ડીવીઝન પોલીસે શોભેશ્વર રોડ પર હીરોજ સિરામિક કારખાનામાં ભય્યુંખાન હબીબખાન મસુરી રહે મૂળ એમપી, મહેન્દ્રનગર ચોકડી નજીક પટેલ નાસ્તા હાઉસ ખાતે દિનેશભાઈ હરજીવનભાઈ કારોલીયા રહે મહેન્દ્રનગર ધાયડી વિસ્તાર ટાવર બાજુમાં મોરબી, માળિયા હાઈવે પર ઉમિયા પરોઠા હાઉસના વનેશભાઈ શીવાભાઈ પરેચા રહે ઉમા ટાઉનશીપ મોરબીએ તેની નીચે કામ કરતા શ્રમિકોની માહિતી નહિ આપી નિયમ ભંગ કર્યો હતો

        તેમજ વિસીપરામાં આવેલ રમેશ કોટનમિલના સિકંદર સુભાન ભટ્ટી રહે વિસીપરા મોરબી વાળાએ તેમજ વિસીપરા મેઈન રોડ પર નીતાબેન વિજયભાઈ સુરેલાએ પોતાના રહેણાંક મકાનમાં પરપ્રાંતીય વ્યક્તિને મકાન ભાડે આપી જેની માહિતી સંબંધિત પોલીસ મથકમાં ના આપી ગુનો કર્યાની ફરિયાદ નોંધી છે

        જયારે મોરબી તાલુકા પોલીસે બેલા રંગપર ગામની સીમમાં આવેલ ગોડવિન સિરામિકમાં નગીનભાઈ નુરભાઇ નીનામા, ગાળા ગામના પાટિયા પાસે ઈમપ્લસ પોલીપ્લાસ્ત કારખાનામાં અખિલેશ સુરજદિન યાદવ અને લીલાપર ગામની સીમમાં સેવેજા સિરામિક ફેક્ટરીમાં હરીલાલ રામકુમાર બેગાએ ફેકટરીમાં કામ કરતા શ્રમિકોની માહિતી નહિ આપી જાહેરનામાં ભંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે પોલીસે કોન્ટ્રાકટર અને મકાન માલિકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *