
યુવાનોને મુશ્કેલીનો સામનો કરવા માટે નેતાજીનાં જીવનમાંથી પ્રેરણા મળે અને તેમનાંમાં દેશભક્તિ અને સાહસની ભાવના સમાય આ હેતુથી ભારત સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝનાં જન્મજયંતિનાં દિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે.
નેતાજી સુભાષચંદ્ર બોઝની રાષ્ટ્ર પ્રત્યેની નિસ્વાર્થ સેવાનાં સન્માનમાં અને તેઓને યાદ રાખવા માટે ભારત સરકારે દર વર્ષે 23 જાન્યુઆરી નેતાજીના જન્મજયંતિનાં દિવસને “પરાક્રમ દિવસ” તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. નેતાજી દ્વારા ભારતને આપવામાં આવેલા અમૂલ્ય યોગદાનને જોતા સંસ્કૃતિ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. જેથી વર્તમાન અને ભવિષ્યની પેઢીઓ નેતાજી સુભાષચંદ્ર બોઝનાં આદર્શોથી પ્રેરણા લઈ શકે અને તેમને પોતાનાં જીવનમાં અનુસરી શકે.
સરકારે જાહેર કરેલા નોટીફિકેશનમાં ખાસ લખવામાં આવ્યુ છે કે યુવાનોને મુશ્કેલીનો સામનો કરવા માટે નેતાજીનાં જીવનમાંથી પ્રેરણા મળે અને તેમનાંમાં દેશભક્તિ અને સાહસની ભાવના સમાય આ હેતુથી ભારત સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝનાં જન્મજયંતિનાં દિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આ નિર્ણય લઈને સરકારે સાચા અર્થમાં નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રધ્ધાંજલિ અર્પી છે.