મેંદરડા ગ્રામ પંચાયત કચેરી ખાતે સાધારણ સભા નું આયોજન કરવામાં આવ્યું

તાજેતરમાં જ મેંદરડા ગ્રામ પંચાયતની કચેરી ખાતે સાધારણ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું

આ સાધારણ સભામાં મુખ્યત્વે જળ બચાવો અભિયાન અને વેગ આપવા માટે મેંદરડા ગ્રામ પંચાયતના સરપંચ જેડી ખાવડુની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતના સદસ્ય તેમજ અધિકારીઓને જળ બચાવોના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા તેમજ ગ્રામ પંચાયત કચેરી ખાતે તમામ લોકો દ્વારા શપથ લઇ અને જળનું એક પણ ટીપું બગાડવા નહીં દઈએ તેઓ સંકલ્પ તમામ ઉપસ્થિત લોકો દ્વારા લેવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મેંદરડા ગ્રામ પંચાયતના સરપંચ જેડી ખાવડું ગ્રામ પંચાયતના સદસ્ય પરસોતમભાઈ ઢેબરીયા શ્રવણભાઈ ધર્મેન્દ્રભાઈ વાળા વસિયાર સાહેબ મંત્રી ઇન્દ્રેશભાઈ વડગામા રજનીશભાઈ તેરીયા બીપીનભાઈ અડિયા કાળુભાઈ મહેતા ભાવેશભાઈ અલ્પેશભાઈ ઘેલાણી સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકો દ્વારા જળ એ જીવન જળનો બચાવ કેવી રીતે થાય તે બાબતોના સંકલ્પ લીધા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રામ પંચાયતના સરપંચ જેડી ખાઓ દ્વારા ખાસ ઉપસ્થિત રહી અને તમામ લોકોને જળ બચાવોના સંકલ્પ લેવડાવ્યા હતા અને પોતે પણ આ સંકલ્પ પત્ર નું વાંચન કર્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *