RAXABANDHAN REVIVING MEMORIES OF OPERATION SINDOOR 2025 : રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે સુરતમાં સોના-ચાંદીની બ્રહ્મોસ મિસાઇલ ‘ઓપરેશન સિંદૂર’ રાખડી

RAXABANDHAN REVIVING MEMORIES OF OPERATION SINDOOR 2025 : રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે સુરતમાં સોના-ચાંદીની બ્રહ્મોસ મિસાઇલ ‘ઓપરેશન સિંદૂર’ રાખડી

MEMORIES OF OPERATION SINDOOR 2025
MEMORIES OF OPERATION SINDOOR 2025

MEMORIES OF OPERATION SINDOOR 2025 : રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે સુરતમાં એક અનોખી અને રાષ્ટ્રપ્રેમથી છલકાતી રાખડીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે. ‘ઓપરેશન સિંદૂર’ માં પાકિસ્તાન સામે ભારતના શૌર્ય અને શક્તિશાળી બ્રહ્મોસ મિસાઈલના પરાક્રમને યાદ કરતી ખાસ રાખડીઓ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.

MEMORIES OF OPERATION SINDOOR 2025
MEMORIES OF OPERATION SINDOOR 2025

MEMORIES OF OPERATION SINDOOR 2025 : ભારતીય સેના અને બ્રહ્મોસ મિસાઈલના શૌર્યની ગાથા વિશ્વભરમાં ગુંજી રહી છે, ત્યારે હવે સુરતના જ્વેલર્સ આ ઐતિહાસિક ક્ષણને રાખડીઓમાં કંડારી રહ્યા છે. આ ખાસ રાખડીઓની વધુ એક વિશેષતા એ છે કે તે તિરંગાના રંગોવાળી દોરી સાથે સજ્જ છે. આ તિરંગાની દોરી ભારતીય હોવાનો ગર્વ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપે છે.

સુરતના બજારમાં હાલ સોના અને ચાંદીમાંથી બનેલી બ્રહ્મોસ મિસાઈલની ડિઝાઈનવાળી નાની રાખડીઓની માગ આસમાને પહોંચી છે. ‘બ્રહ્મોસ રાખડી’ તરીકે જાણીતી થયેલી આ રાખડીઓ ખૂબ જ લોકપ્રિય બની રહી છે.

MEMORIES OF OPERATION SINDOOR 2025
MEMORIES OF OPERATION SINDOOR 2025

ચાંદીની બ્રહ્મોસ મિસાઈલવાળી રાખડી લગભગ 10 ગ્રામ વજનની છે અને તેની કિંમત અંદાજે 2500 રૂપિયા છે. જ્યારે, સોનાની બ્રહ્મોસ મિસાઈલવાળી રાખડી ખાસ 9 કેરેટ ગોલ્ડમાંથી તૈયાર કરવામાં આવી છે, 5થી 6 ગ્રામ વજનમાં તૈયાર થતી આ સોનાની રાખડીઓની કિંમત 60,000થી 80,000 રૂપિયા છે.

MEMORIES OF OPERATION SINDOOR 2025
MEMORIES OF OPERATION SINDOOR 2025

ડી. ખુશાલદાસ જ્વેલર્સના દીપક ચોકસીએ આ પહેલ વિશે જણાવ્યું કે, ‘આપણે જાણીએ છીએ કે ઓપરેશન સિંદૂર શૌર્યનું પ્રતીક હતું. ભારતમાં બનેલી બ્રહ્મોસ મિસાઈલના સ્વરૂપને અમે ચાંદી અને સોનામાં બનાવીને રાખડી બનાવી છે.

લોકો તેને ખૂબ સારી રીતે વખાણી રહ્યા છે અને રાખડી લેવા માટે પણ આવી રહ્યા છે.’ તેમણે ઉમેર્યું કે, ‘અમે હાલ સોના અને ચાંદીના વધતા ભાવને ધ્યાનમાં રાખીને તેને બજેટમાં આવે તેવી રીતે રાખડી બનાવી છે. જ્યારે બ્રહ્મોસ મિસાઈલની રાખડી બનાવવામાં આવે ત્યારે તે તિરંગામાં જ હોવી જોઈએ, આ હેતુથી અમે રાખડીની દોરી તિરંગા ડિઝાઈનમાં રાખી છે.’

દીપક ચોકસીએ વધુમાં જણાવ્યું કે, ‘આ રાખડી અમે સિલ્વર અને હાલ સોનાના ભાવ વધતાં 9 કેરેટ ગોલ્ડમાં બનાવી છે, જેને લોકો સૌથી વધુ પસંદ કરી રહ્યા છે. આ લાઇટવેટ અને ખૂબ જ એક્સપેન્સિવ લાગે તેવી રાખડી છે.’ તેમણે ઉમેર્યું કે તેમના શોરૂમમાં 500 રૂપિયાથી લઈને ‘નો લિમિટ’ સુધીની રાખડીઓ ઉપલબ્ધ છે, જેને રાખડી તરીકે પહેર્યા પછી પેન્ડન્ટ તરીકે પણ પહેરી શકાય છે. ‘બહેનનો જે રક્ષાનો પ્રતીક છે તે વર્ષોવર્ષ રહે તે માટે અમે પેન્ડન્ટની ડિઝાઈનમાં પણ રાખડીઓ બનાવીએ છીએ.’

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *