મુસીબતનું માવઠું
ગુજરાતમાં હવામાન વિભાગની ઠંડી-માવઠા સાથે ભારે પવન ને લઈ આગાહી કરાઇ, ઉત્તર અને મધ્ય ગુજરાતના 10 જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા
અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા વરસાદની સંભાવના
ગુજરાતમાં ઠંડીના માહોલ વચ્ચે હવે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની સાથે ભારે પવનની આગાહી કરી છે. હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર અને ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી, ખેડા તેમજ આણંદ જિલ્લામાં વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, આગામી 24 કલાક દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી પડી શકે છે.
બનાસકાંઠા,પાટણ,ખેડામાં તેમજ સાબરકાંઠા, અરવલ્લી, આણંદ અને મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા વરસાદની સંભાવના છે. ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. પવનોની ગતી ઉત્તર પૂર્વીય જોવા મળશે તેમજ કમોસમી વરસાદ પડે તો પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેશ.
ગુજરાત ના શેહેરો નો તાપમાન આ પ્રમાણે રહ્યો
અમદાવાદ 13.5
ગાંધીનગર 11.7
રાજકોટ 9.4
ભુજ 9.7
કેશોદ 8.4
ડીસા 12
વડોદરા 13.4