
Maska : એન્કરવાલા જનરલ હોસ્પિટલ
Maska : પદ્મશ્રી સાધ્વી આચાર્ય ચંદનાશ્રીજી મ.સા મસ્કા ખાતે એન્કરવાલા જનરલ હોસ્પિટલ ની મુલાકત લીધી
Maska : અનશનવ્રતધારી,જૈન સમાજરત્ન શ્રી તારાચંદભાઇ છેડાની પ્રેરણાથી શ્રી સર્વ સેવા સંધ(કચ્છ) ભુજ સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડા ના માર્ગદર્શન હેઠળ સંચાલીત શ્રી એન્કવાલા જનરલ હોસ્પિટલ મુ.મસ્કા,તા.માંડવી મધ્યે વીરાયતન વિધાપીઢના પદ્મશ્રી સાધ્વી આચાર્ય શ્રી ચંદનાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી જૈના સંસ્થા(યુ.એસ.એ.) ,શ્રી સેવા મંગલ ફેમેલી ટ્રસ્ટ,શ્રી ડૉ.મીરા અને ડૉ.જશવંત મોદી પરિવાર,ધ વાઢેર ફેમેલી ફાઉન્ડેશન,શ્રી સાલગીયા ફેમેલી ફાઉન્ડેશનના આર્થિક સહાયથી નિર્માણ પામેલ ઓટોમેટીક ઓકિસજન પલાન્ટ અને શ્રી એન્કરવાલા જનરલ હોસ્પિટલની મુલાકાત લઇ આર્શીવચન પદ્મશ્રી સાધ્વી આચાર્ય શ્રી ચંદનાશ્રીજી મ.સા.,સાધ્વીશ્રી શીલાપીજી મ.સા. આશિષ વચન આપ્યા હતા.

Maska : આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઇ છેડા,ટ્રસ્ટી શ્રી મુકેશભાઇ ભટ્ટ,હોસ્પિટલના મેડીકલ કન્વીનર ડૉ.કૌશીક શાહ,મેડીકલ ઓફિસર ડૉ.મૃગેશ બારડ,માંડવી તા.પં.ના સદસ્યા શ્રીમતી શીલ્પાબેન નાથાણી,મસ્કા ગામના યુવા આગેવાન શ્રી કીર્તીભાઇ ગોર અને સામાજીક તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.