Mango : નિષ્ણાંત ડોક્ટરોના મતે કેમિકલ યુક્ત ખાદ્ય પદાર્થ માત્ર સ્વાદ પૂરતા હોય છે,પોષણ નથી આપતું. એટલું જ નહીં પણ તેમાં રહેલા રાસાયણિક તત્વો કેન્સર ને નોતરું આપે છે.
Mango : અમદાવાદ, આણંદ, ભાવનગરથી ભુજ આવે છે તૈયાર કેરીનો રસ
Mango : કેરીનો રસ સસ્તો અને કેરીનું ફળ મોંઘુ હોય તે કેમ બને ? હાલ બજારમાં એવું જ છે. દેશમાં ઉનાળો શરૂ થયા બાદ સૌપ્રથમ રત્નાગીરી હાફૂસ કેરી માર્કેટમાં દેખાય અને તે પણ મોંઘી. ભુજમાં ગત અઠવાડિયા દરમિયાન હાફૂસ કેરીનો પ્રતિ કિલો રૂપિયા 300 ભાવ હતો આ ભાવે તવંગર ખરીદી કરી શકે પરંતુ મધ્યમ વર્ગ માટે વિચારવું પડે.
Mango : તો બીજી તરફ બજારમાં 200 થી 250 રૂપિયે કિલો કેરીનો રસ પણ વેચાતો હતો. વિચારવાની વાત એ છે કે જો કેરી 300 રૂપિયે કિલો હોય તો આ કેરીનો રસ માટે કઈ કેરી વપરાઈ હશે કે જે 150 રૂપિયાથી આસપાસ હોય. આ જ વ્યવસાયથી જોડાયેલા એક વેપારીએ જણાવ્યું કે એક કિલો આંબામાં છાલ અને ગોટલી કાઢ્યા બાદ વધુમાં વધુ 600 ગ્રામ માલ ઉતરે. મતલબ કે રુ. 200 પ્રતિ કિલો કેરીનો ભાવ હોય તો 80 રૂપિયા સુધીનું વજન તો છાલ અને ગોટલીના થાય. રુ. 300 પ્રતિ કિલો હોય તો 200 રૂપિયામાં કેરીના રસમાં બીજું કાંઈ મિશ્ર થાય તે સ્વાભાવિક છે. અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર જેવા સેન્ટરથી કેરીના રસના કેરબા ભરીને ભુજ આવે છે. જથ્થાબંધમાં આવતો આ રસ માર્કેટમાં 200 થી 250 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. મતલબ આ રસ બનાવનાર શું જથ્થાબંધ ભાવે સપ્લાય કરતા હશે તે વિચારવું રહ્યું. સૂત્રોનું માનીએ તો એક કિલો રસ બનાવવા માટે 500 ગ્રામ કેરીનો રસ અને 500 ગ્રામ ખાંડ મિશ્રિત થાય છે. મતલબ કે રુ. 40 પ્રતિ કિલો ખાંડના ભાવે કેરીનો રસ વેચનાર રુ. 200 વસુલે છે અને તો જ પોસાય. કેરીના રસ બનાવતી કંપની કે જથ્થાબંધ વ્યવસાય કરતી પેઢી સો ટકા પ્યોર રસ આ ભાવે વેંચી ન શકે.