માંડવી વોર્ડ નંબર 4 ના નગર સેવકો ની સાચી જનસેવા
નગર સેવકો સાથે નગરપાલિકા ના કર્મચારીઓ લોકોની સુખાકારી માટે વરસાદ વચ્ચે એક્શન મોડ માં કામ કરી રહ્યા છે.
બંદરીય શહેર માંડવી મધ્યે બે દિવસથી સતત મુશળધાર વરસાદ વચ્ચે લોકોને આ ભારે વરસાદ માં કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય તે માટે માંડવી નગરપાલિકા વોર્ડ નંબર ૪ ના નગરસેવકો વિશાલ ઠક્કર, હનિફભાઈ જત વગેરે દ્રારા ચાલુ વરસાદ દરમિયાન વિસ્તાર માં જ સાથે રહીને એક્શન મોડમાં પાણી ભરાવાની મુખ્ય સમસ્યા વોર્ડના પુનમ નગર, નિલકંઠ નગર માં પાણી ના આવે તે માટે જરૂરી પાળ કરવામાં આવી તથા નાલો સફાઈ કરાયું અને ભુકંપ નગરી, મસ્કા ઓક્ટ્રોય પાસે પુલમાં ફસાયેલી ઝાડી ને દુર કરીને રોકાયેલા પાણી ના વેણને ખોલવામાં આવ્યું અને કુંભારવાળા તથા સેરેના બિચ રીસોર્ટે પાસે પુલ નિચે ફસાયેલી ઝાડી તથા કચરો દુર કરવામાં આવ્યો
નગર સેવકો સાથે નગરપાલિકા ના કર્મચારીઓ લોકોની સુખાકારી માટે વરસાદ વચ્ચે એક્શન મોડ માં કામ કરી રહ્યા છે.
માંડવી શહેર ભાજપાના યુવા મહામંત્રી કિશનસિંહ જાડેજા, બક્ષિપંચ મોર્ચાના મહામંત્રી અમરસિંહ કોલી તથા યુવા મોર્ચાના મહામંત્રી પુનિત ગોર, નુરમામદ કુંભાર વગેરે કાર્યકરો આગેવાનો સાથે રહ્યા તથા માંડવી નગર સેવા સદનના અધ્યક્ષા હેતલબેન સોનેજી, કારોબારી ચેરમેન જીજ્ઞાબેન હોદારવાલા, સતાપક્ષ નેતા હરેશ વિંઝોડા, દંડક નિમેશ દવે, સેનિટેશન ચેરમેન જીજ્ઞેશ કષ્ટા, પાણી સમિતિ ચેરમેન ગીતાબેન ગોર અને હેડક્લાર્ક કાનજીભાઈ શિરોખા વગેરે નો સહયોગ રહ્યો હતો.