બે કિલો ગાંજા સાથે પકડાયેલા માંડવીના ટ્રક ચાલકને જામીન

ઘઉંની બોરીઓ ભરેલી ટ્રકમાં ઓરિસ્સાથી લઇ અવાયેલા બે કિલો ગાંજા સાથે પકડાયેલા માંડવીના ટ્રક ચાલક જુશબ ફકીરમામદ હાલેપોત્રા ( મિસ્ત્રી ) ને જિલ્લા અદાલત દ્વારા જામીન આપતો આદેશ કરાયો હતો . આ પ્રકરણમાં મુંદરા પોલીસ મથક ખાતે કેફી દ્રવ્ય ધારા તળે ગુનો દાખલ કરાયો હતો. ધરપકડ કરાયેલા ટ્રકચાલક જુસબ હાલેપોત્રા માટે જિલ્લા અદાલત સમક્ષ જામીન અરજી મુકાઇ હતી . અધિક સેશન્સ જજ સમક્ષ સુનાવણી બાદ ન્યાયાધીશે . આરોપીને શરતોને આધીન જામીન આપતો આદેશ કર્યો હતો . આ કેસમાં આરોપીના વકીલ તરીકે વિપુલ ડી . કનૈયા , હેમાલી ટી. પરમાર, સઇદબિનઆરબ અને મહેશ એસ .સીજુ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *