માંડવી માં ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓ ને શુભેચ્છાઓ અપાઇ, પ્રાંત અધિકારી ઉપસ્થિત રહ્યા

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આજથી ધોરણ -૧૨ ની આર્ટસની પરીક્ષાનો આરંભ થતા ૦ર માંડવી વિધાનસભા મતદારયાદી વિભાગ દ્વારા જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર ઉજજવળ કારિકર્દીની નવી કેડી કંડારવા જતા પરીક્ષાર્થીઓને મોઢું મીઠું કરાવી શુભેચ્છા સાથે સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

શેઠ ગોકલદાસ હંસરાજ ત્રણટુકર વિવિધલક્ષી વિધાલય મધ્યે ૦૨ માંડવી વિધાનસભા મતદાર વિભાગના મતદાર નોંધણી અધિકારી અને માંડવી-મુન્દ્રાના પ્રાંત અધિકારીશ્રી ચેતનભાઈ મિસળના અધ્યક્ષ સ્થાને પરીક્ષાર્થીઓ નું મોઢું મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી અને ૧૮ વર્ષ પુર્ણ થયેથી મતદારયાદીમાં આપનું નામ નોંધણી કરવા માટે અપીલ કરી હતી.

આ પ્રસંગે શ્રી ગોકુલદાસ હંસરાજ મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી કોશિકભાઈ ભાટીયા, ગોકુલ વિધા મંદિર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી નિશાંત ભાટીયાએ અનુક્રમે પ્રાંત અધિકારીશ્રી ચેતનભાઈ મિસણ અને મામલતદારશ્રી માધુભાઈ પ્રજાપતિનું શાલ ઓઢાડીને સન્માનિત કરેલ.

આ પ્રસંગે નાયબ મામલતદાર લધાભાઈ ગઢવી. તુષારભાઈ વ્યાસ, માંડવી નગર પાલિકા સદસ્ય લક્ષ્મીબેન વાડા, પારસ ભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.

ભુપેદ્ર સલાટ, રમણીક દરજી, અજય ગૌકલગાંધી, રાજય ત્રિપાઠી, વિશાલ ઉદાશી, તેમજ શાળાના સ્ટાફગણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત શ્રી ગોકુલદાસ હંસરાજ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી કૌશિકભાઈ ભાટીયા, મેનેજીંગ ટ્રસ્ટી અરવિદભાઈ વેદ અને યુ.પી.એલ ના ડાયરેકટર ઓફ ફાયનાન્સ અરૂણભાઈ આશરે પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. એમ્સ સ્કૂલ મધ્યે નાયબ મામલતદાર નવીબેન વ્યાસ, શ્રી એલ.ઓ. કરશન પુરબીયા, સંજય કોચરા, ચંદ્યાન મેઘાણી, દિનેશ વિઝોડા, સિકંદર ભડાલા, શાળાના આચાર્ય કીમીબેન વગેરેએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી મોઢું મીઠું કરાવ્યું હતું.

સ્વામિનારાયણે સંસ્કારધામ વિધાલય મધ્યે નાયબ મામલતદાર પ્રવિણસિંહ ચૌહાણ, બી.એલ.ઓ. પ્રતિક બાપટ, આદિહુશેન સુમરા, ઉમંગ જોષી, શાળાના આચાર્ય જિતેન્દ્રસિંહ સોલંકી વગેરેએ પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી મોટું મીઠું કરાવ્યું હતું.

અર્ચના સેન્ટ ઝેવિઈસ સ્કૂલ મધ્યે નાયબ મામલતદાર ત્રિકમભાઈ દેસાઈ. બી એલ.ઓ. યોગેશચંદ્ર ભટ્ટ, હિરલબેન ગઢવી, હિરેન મોતા, સુરેશ પરમાર, શાહિદખાન ઘાસુરા, શાળાના આચાર્ય પરેશ ગોસ્વામી વગેરેએ પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી મોડું મીઠું કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *