MANDVI NEWS : માંડવીમાં છ કોટી જૈન સંઘના ઉપક્રમે યોજાયેલા ફૂલ બોડીના ચેકઅપ અત્યંત રાહતભાવે યોજાયેલા કેમ્પનો 42 લોકોએ લાભ લીધો હતો. *
MANDVI NEWS : દર મહિને ડાયાબિટીશ અને સુવર્ણપ્રાસનના નિ:શુલ્ક મેડિકલ કેમ્પ છ કોટી જૈન સંઘ અને અન્ય દાતાના સહયોગથી યોજવા કેમ્પમાં ઘોષણા કરાઈ. ડો. જય મહેતા ની સેવાથી 231મો કેમ્પ નિર્વિઘ્ને સંપન્ન થયો.
MANDVI NEWS : માંડવીમાં છ કોટી સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે, ફુલ બોડીના ચેકઅપ ના અત્યંત રાહત ભાવે કેમ્પ, હરિકૃષ્ણા મોલની સામે, સોનાવાળા નાકા પાસે લાયજા રોડ – માંડવીના કિરણ ક્લિનિકમાં યોજાયો હતો.
MANDVI NEWS :મધુરભાષિણી વડેરા મહાસતીજી રાજગુરુણી પ. પૂ. મહાસતીજી પૂ. પ્રભાવતીજી આયૉજી આદિઠાણા ૯ ની પાવન નિશ્રામાં માંડવી છ કોટી જૈન સંઘના ટ્રસ્ટીશ્રી જયેશભાઈ જી શાહે પ્રમુખ સ્થાનેથી દીપ પ્રાગટ્ય વડે કેમ્પને ખુલ્લો મુકતા ડો. જય કે. મહેતા ની સેવા ભાવનાને બિરદાવી, હવેથી પહેલાની જેમ જ કિરણ ક્લિનિકમાં દર માસે ડાયાબિટીસ અને સુવર્ણપ્રાશનના નિ:શુલ્ક મેડિકલ કેમ્પ છ કોટી જૈન સંઘ અને અન્ય દાતાશ્રીઓના સહયોગથી યોજવાની ઘોષણા કરી હતી.
MANDVI NEWS : આ પ્રસંગે અતિથિ વિશેષ પદેથી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને સામાજિક જૈન અગ્રણી શ્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે, આજે 147 જાતના બ્લડ ચેકઅપ અત્યંત રાહતભાવે કરાશે તે માંડવીના નગરજનો માટે આશીર્વાદરૂપ છે. આજે ડો. જય કિર્તીભાઈ મહેતાની સેવા થી કૂલ 231 મો કેમ્પ યોજાઈ રહ્યો છે.
ડો. જય મહેતાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં લોકોની ખાણી – પીણીની શૈલી મુજબ ચેકઅપ ખૂબ જ જરૂરી છે. વહેલા નિદાનથી રોગમાંથી બચી શકાય છે. અહીં યોજાતા નિ:શુલ્ક કેમ્પનો નગરજનોને બહોળી સંખ્યામાં લાભ લેવા અપીલ કરી હતી. ફુલ બોડી ચેકઅપ કેમ્પનો કુલ 42 લોકોએ લાભ લીધો હતો. લેબ ટેકનિશિયન તરીકે રાજભાઈ અને મોનિકાબેને સેવા આપી હતી.
જ્યારે સહદ સમેજા અને સમીર મેમણ સહયોગી રહ્યા હતા. આ કેમ્પમાં વિરલભાઈ મહેતા (ડગાળાવાલા) અને માંડવી જાયન્ટ્સ ગ્રુપના ઉપપ્રમુખ હિમંતસિંહ જાડેજા એ પણ ઉપસ્થિત રહીને ડો. જય મહેતાની સેવાની સરાહના કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ શાહે કર્યું હતું જ્યારે છ કોટી જૈન સંઘના રશ્મિનભાઈ ફુરીયાએ આભાર દર્શન કરેલું હતું.અત્રે એ ઉલ્લેખનીય છે કે, હાલમાં મુંબઈમાં ચાતુર્માસ ગાળતા છ કોટી જૈન સંઘના વરિષ્ઠ ગુરુદેવ પૂ. ભાસ્કરજી સ્વામીએ કેમ્પને શુભેચ્છા પાઠવી હતી.