માંડવી નગર સેવા સદન કેચેરીએ વિજયોતસ્વ ઉજવાયો
ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૨ માં ૨– માંડવી વિધાનસભા બેઠક પર માંડવી નગર સેવા સદનના પૂર્વ પ્રમુખશ્રી અનિરૂધ્ધભાઈ દવે વિજેતા બનતા માંડવી નગર સેવા સદન કેચેરી મધ્યે કર્મચારીઓએ આતશબાજી , ઢોલ વગાડી , મીઠું મોઢું કરી વિજયોત્સવ મનાવેલ હતો.
માંડવી નગર સેવા સદનના કર્મચારીઓએ જણાવ્યુ હતું કે , માંડવી નગર સેવા સદનના પૂર્વ પ્રમુખશ્રી અનિરૂધ્ધભાઈ દવે ૨ – માંડવી વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા . ત્રિપાંખીય જંગમાં ૯૦૩૦૩ મતે વિજેતા બની આઝાદી પછી પ્રથમ વખત ઐતિહાસિક જીત મેળવી માંડવી નગ૨ સેવા સદનનું ગૌરવ વધારેલ છે. વિજયોત્સવ કાર્યક્રમમાં હેડ કલાર્ક કાનજી શિરોખા , મુકેશ ગોહિલ, ૨મેશ ઝાલા, ચેનત જોષી, નવિન જોષી, ભુપેન્દ્ર સલાટ, જયેશ ભેદા, મનજી પરમાર, મોહન પરમાર, કમલેશ વાઘેલા, સ્મિતા જોષી, પ્રિતી સંઘવી, અરવિંદ ડાભી, નુરમામદ નારંજા, હિતેશ કષ્ટા, ધવલ જેઠવા, વિનોદ મહેશ્વરી, અશોક વેગડા, મહેશ જોષી, હરેશ વાયડા, મેહુલ ભટ, અભિષેક પરમાર, ઘરમશી મહેશ્વરી, વ્રજેશ પારીયા, જીતેશ ખેતાણી, સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહી એક બીજાનું મીઠું મોં કરી નવનિવાર્ચિત ધારાસભ્યશ્રી અનિરૂધ્ધભાઈ દવેને શુભેચ્છા પાઠવી હતી.