માંડવી નગર સેવા સદન ઘ્વારા ૭૪માં શહેરી કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

માંડવી નગર સેવા સદન ઘ્વારા ૭૪માં શહેરી કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ટાગોર રંગ ભવન મધ્યે યોજવામાં આવેલ હતો. ધ્વજને નગ૨પાલિકાઓ રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશ્નર શ્રી ડો.ધીમંતભાઈ વ્યાસે સલામી આપી હતી. અને શેઠ ખી.રા.કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીઓએ પરેડ કરેલ હતી.

આ પ્રસંગે શ્રી વ્યાસે ૭૪માં પ્રજાસતાક દિનની સર્વે નગરજનોને શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે, માંડવી એ ઐતિહાસિક પર્યટન સ્થળ બને તે માટે સરકાર કટીબધ્ધ હોવાનું જણાવ્યું હતુ. શહેરોના સર્વાંગી વિકાસ માટે તમામ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ત૫૨ છે. ભારત સ૨કા૨ે રૂપિયા પંદર હજાર કરોડ રાજયના શહેરના વિકાસ માટે ફાળવેલ છે. ત્યારે જુદી-જુદી નગરપાલિકાઓ ઘ્વા૨ા વિકાસ કામો માટે દ૨ખાસ્ત ૨જૂ ક૨ેથી તેને ત્વરિત મંજુરી પણ આપવામાં આવશે. વહાણવટા કામગીરી માટે વિશ્વફલક ૫૨ માંડવીનું નામ જગમશહુર છે. ત્યારે અહીં મ્યુઝિયમ બનાવવા સંબંધિત અધિકારીઓએ રસ દાખવવા અનુરોધ કરેલ.

નગર અધ્યક્ષા હેતલબેન સોનેજીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજય સ૨કા૨ની વિવિધ યોજનાઓનો લાભ શહેરના તમામ નાગરીકોને મળે તે માટે આયોજનબધ્ધ કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે. આ કાર્યક્રમમાં નવ વોર્ડના માનદ મિત્રોનું મહાનુભાવોના વ૨દ હસ્તે સન્માન કરવામાં આવેલ. તદ ઉપરાંત માંડવી શહેરના ૪ નાગરીકોને વ્યકિત વિશેષ સન્માનિત કરવામાં આવેલ. જયારે ધીમંતભાઈ વ્યાસનું સન્માન નગર સેવા સદનના પદાધિકારી તેમજ અધિકારી ઘ્વારા મોમેન્ટો અને શાલથી સન્માનિત કરવામાં આવેલ. શેઠ ખી.રા.કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ ઘ્વા૨ા સ્વાગત ગીત,એસ.કે.આર.એમ.ઈંગ્લીશ સ્કુલ ઘ્વા૨ા અભિનય ગીત તેમજ એકસ્ટ્રીમ ફિટનેશ ટ્રસ્ટ ઘ્વા૨ા દેશ ભક્તિની કૃતિઓ રજૂ કરવામાં આવેલ હતી.

કાર્યક્રમમાં ઉપાધ્યક્ષ પ્રેમજી કેરાઈ,કારોબારી ચે૨૫ર્સન જીજ્ઞાબેન હોદાર,તમામ નગર સેવકો, કાર્યકારી મુખ્ય અધિકારી જીગર પટેલ કાર્યકારી હેડ કલાર્ક ચેતન જોષી, કાનજી શિરોખા સહિતના નગરજનો ઉપસ્થિત રહયા હતા.

કાર્યક્રમનું સંચાલન જયેશ ભેડા તેમજ આભાર વિધી જીજ્ઞાબેન હોદારે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *