માંડવી યાર્ડની સાથે વિરાણી સબ યાર્ડના વિકાસ અને ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટેની કટિબધ્ધતા દર્શાવતા નવનિયુક્ત પ્રમુખ કેશુભાઈ ધનજી પારસીયા, માંડવી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માંડવીના ચેરમેન પદે ખેડૂત આગેવાન કેશુભાઈ ધનજી પારસિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
ચૂંટણી અધિકારી અને ડીસ્ટ્રીક રજીસ્ટાર મેગાબેન અગ્રવાલના અધ્યક્ષસ્થાને આયોજીત ડાયરેકટરોની બેઠકમાં જિલ્લા ભાજપમાંથી મહામંત્રી શીતલભાઈ શાહ દ્વારા લઈ આવવામાં આવેલ. મેન્ડેટમાં કેશુભાઈ પારસીયાનો નામ નીકળતા સૌ ડાયરેકટરોએ આ વરણીને વધાવી હતી. વાઈસ ચેરમેન તરીકે શિવજીભાઈ ભાણજી સંઘારની વરણી થઈ હતી. આ પ્રસંગે કેશુભાઈ પારસીયાએ માંડવી યાર્ડની સાથે વિરણી સબ યાર્ડના વિકાસને વેગવાન બનાવવા તેમજ ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટેની કટિબધ્ધતા દર્શાવી હતી.
આ પ્રક્રિયામાં ડાયરેકટરો અમૃતલાલ છાભૈયા, પ્રવીણભાઈ વેલાણી, શામજીભાઈ છાભૈયા, મનુભા જાડેજા, પ્રકાશભાઈ સોમૈયા, જાલુભા જાડેજા તેમજ સહકારી અધિકારી, વિસ્તરણ અધિકારી અને તાલુકા ભાજપના પ્રમુખ સુરેશભાઈ સંઘાર, અમુલભાઈ દેઢિયા, હરિભાઈ ગઢવી, અરવિંદભાઈ ગોહિલ, સામતભાઈ ગઢવી, મહેન્દ્રભાઈ રામાણી, શૈલેષભાઈ મડિયાર, પંકજભાઈ રાજગોર, સન્મુખસિંહ જાડેજા, દિનેશભાઈ હિરાણી, કીર્તિભાઈ ગોર, જીગ્નેશભાઈ કષ્ટા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વ્યવસ્થા એપીએમસીના સેક્રેટરી પરેશ ચોપડા અને સ્ટાફગણે સંભાળી હતી.