MANDVI: માંડવીના દરિયા કિનારે ઓપન બીચ સપોર્ટ ઇવેન્ટ નું આયોજન કરાયું
ગત તારીખ 7 મે ના રોજ (MANDVI) માંડવી ના રમણીય દરિયા કિનારે સમૂદ્ર બીચ રમત ઓપન બીચ સપોર્ટ ઇવેન્ટ નું અયોજન કરવામાં આવ્યું હતું,
આ રમતોત્સવ માં કચ્છ અને ગુજરાત રાજ્ય ના ખેલાડીઓ એ ભાગ લીધો હતો જેમાં બીચ વૉલીબૉલ,બીચ ફૂટબોલ,બીચ કબડ્ડી,રસ્સા ખેંચ, 100/1500/3000/5000 મીટર દૌડ, ચેલેંજીંગ સ્પોર્ટ્સ એમ 6 રમત નું અયોજન થયું હતું,
આ ઇવેન્ટ માં બાળકો, જુનિયર, સિનિયર, ઓપન એજ ગ્રુપ કેટેગરી ભાઈઓ બહેનો માટે હતી. જેમાં 5 વર્ષ થી 35 વર્ષ ઓપન એજ ગ્રુપ ના ખેલાડીઓ ભાગ લીધો હતો.આ આયોજન રમત ની જાગૃતિ કેમ લાવવી અને આજકાલ બાળકો મોબાઈલ મૂકી ને રમત સુધી પહોંચે એવા હેતુ થી આ રમતોત્સવ માંડવી દરિયા કિનારે યોજવામાં આવ્યું હતું
દરેક નાગરિક સુધી રમત પ્રત્યે જાગૃતિ કેમ પહોંચાડવી એવા વિચારો સાથે ઇનવિન્સિબલ ના ફાઉન્ડર શ્રી જુનેદ જે જુણેજા ના સહયોગ સાથે આ રમતોત્સવ યોજાયો હતો સહ એયોજક ટીમ કેમકે ગ્રોથ પેડલ, અને જે.પી.સ્પોર્ટ્સ ડેવલોપમેન્ટ ના સાથ સહયોગ થી આ ઇવેન્ટ સફળ બન્યું હતું
ખેલાડીઓ એ ખેલદિલી થી ભાગ લીધો હતો. વિજેતાઓ આગામી ઓલ ઇન્ડિયા બીચ સપોર્ટ ઇવેન્ટ માં ભાગ લઈ શકશે તેવું કિશોર ભાઈ કે. નટ (kk)ની યાદી માં જણાવેલ હતું.