માંડવી કચ્છની દિયા દીપક સોની એક પાત્ર અભિનય માં કચ્છ જીલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું..

માંડવી કચ્છની દિયા દીપક સોની એક પાત્ર અભિનય માં કચ્છ જીલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું

માંડવી કચ્છની દિયા દીપક સોની એક પાત્ર અભિનય માં કચ્છ જીલ્લામાં પ્રથમ સ્થાન મેળવી માંડવી કચ્છ નું ગૈારવ વધારેલ ગુજરાત રાજય કલા મહાકુંભ , ૨મત ગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ , ગાંધીનગર , કમિશ્નરશ્રી યુવા સેવા જીલ્લા કક્ષા , કે . કે . એમ . એસ . ગર્લ્સ હાઈસ્કૂલ અંજાર કચ્છ મધ્યે આયોજન કરવામાં આવેલ જેમાં ” એક પાત્ર અભિનય ‘ ‘ માં ૬ થી ૧૪ વર્ષની કેટેગરીમાં માંડવી ખીમજી રામદાસ કન્યા વિધ્યાલય માં ધો- ૫ માં અભ્યાસ કરતી તેમજ જાણીતા ધારાશાસ્ત્રી અને જાયન્ટસ ગુપના પૂર્વ પ્રમુખ શ્રી દીપક પ્રભુલાલ સોનીની સુપુત્રી ‘ દિયા ” એ પ્રથમ સ્થાન મેળવેલ . સદર કાર્યક્રમના મુખ્ય મહેમાન પૂર્વ રાજય મંત્રી તથા ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહીર , સાથે હાઈસ્કૂલના આચાર્ય , તથા અન્ય મહાનુંભાવો હાજર રહેલ આમ સમગ્ર કચ્છ જીલ્લામાંથી પ્રથમ સ્થાન મેળવતા ‘ ‘ દિયા દીપક સોની ને શાળા પરિવાર તથા સમગ્ર માંડવી શહેર અને માંડવી જાયન્ટસ ગ્રુપ નું ગૈારવ વધારતા શાળા તેમજ ઠેર ઠેર થી અભિનંદન મળી રયા હોવાનું દિનેશભાઈ એમ.શાહ એ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *