માંડવી (MANDVI) મધ્યે લીનાબેન વાસાણી ના જન્મદિવસ ની ઉજવણી જીવદયા સાથે કરાઇ
MANDVI : માંડવી જી ટી હાઇસ્કુલ 1995 બેચ ના સ્ટુડન્ટો દ્વારા જીવદયા ના કાર્યો અવારનવાર હાથ ધરવામાં આવ્યા છે.
ગૌવંશ ની સાચી સેવા આ ગ્રુપ ના યુવાનો કરતાં આવ્યાં છે. સ્વૈચ્છિક ભંડોળ ભેગું કરી જીવદયા ના અવનવા પ્રોજેક્ટ હાથ ધરી આ યુવાનોએ સમાજને એક નવી દિશા બતાવી છે ત્યારે આજે દાતાઓ પણ ખુલ્લા હાથે આ ગ્રુપને વ્હારે આવી રહ્યા છે.
આ ગ્રુપના તેજસભાઈ વાસાણી ના ધર્મપત્ની લીલાબેન વાસાણી ના જન્મદિવસની ઉજવણી પણ જીવદયા ના કાર્યો કરી ઉજવાય હતી
લીનાબેન ના જન્મદિવસની ઉજવણી નિમિત્તે માંડવીના આઝાદ ચોક, સ્વામિનારાયણ મંદિર ,કલવાણ રોડ, ગોકુલ વાસ વિસ્તારમાં ગૌવંશને લીલા ચારા નું નિરણ કરાવાયું હતું અને શ્વાનો ને માંડવી પોર્ટ વિસ્તાર, કાઠા વિસ્તાર સાથે જી.ટી રોડ પર લાપસી પીરસાઈ હતી.
લીનાબેન વાસાણી એ આ જીવ દયા ના કાર્યો માં વધુને વધુ લોકો જોડાય તેવી અપીલ કરતાં જી ટી હાઈસ્કૂલ સ્ટુડન્ટ ગ્રુપ 1995 ના યુવાનો દ્વારા કરવામાં આવતી જીવદયા ની કામગીરીને બિરદાવી હતી.
ગ્રુપના પ્રતિકભાઈ શાહ એ વધુ ને વધુ લોકો જીવદયા ના પ્રોજેક્ટને પ્રોત્સાહન પૂરું પાડે તેવી અપીલ કરી હતી.
માંડવી જી ટી હાઇસ્કુલ 1995 બેચ ના સ્ટુડન્ટો દ્વારા લીનાબેન વાસાણી ના જન્મદિવસ ની શુભેચ્છા ઓ આપી હતી ..
આ જીવદયા ના પ્રોજેક્ટ માં પ્રતિક શાહ ,અશોક માલમ,જયેશ સોની,નિલેશ સોની, શીવજી વેકેરીયા, રાજીવ શાહ,દર્શન ઓઝા, દાતા પરિવાર તેજસ વાસાણી, લીનાબેન વાસાણી.અને તેમના સૂપૂત્ર હાજર રહ્યા હતા.
દાતા પરિવાર લીલાબેન તેજસભાઈ વાસાણી નું દર્શનભાઈ ઓઝા એ આભાર વ્યક્ત કર્યો હતો.