Mandvi : માંડવી ના રમણીય દરિયા કિનારે અશ્વ પૂજન કરાયું
Mandvi : માંડવી ના રમણીય દરિયા કિનારે અશ્વ પૂજન કરાયું
દશેરા નિમિતે માંડવી (mandvi) ના અશ્વપ્રેમી મોહિતભાઈ જોષી દ્વારા અશ્વ પૂજન કરાયું હતું. આ અશ્વ પૂજન માં માંડવી ના અશ્વ પાલકો સાથે અશ્વ પ્રેમીભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
દશેરા ના દિવસે અશ્વ પૂજન માટે માંડવી (mandvi) તાલુકા ના વિવિધ ગામો માં અશ્વ પાલકો પાસે રૂબરૂ જઈ વિધિવત અશ્વ પૂજન મોહિતભાઈ જોષી દ્વારા કરાયું હતું
દરિયા દેવ માંથી અશ્વ ઉતપન્ન થયા ની પૌરાણિક વાત કરતા અશ્વ પૂજન માટે દરિયા કિનારા નો વિસ્તાર ઉત્તમ હોવાનું મોહિત જોશી દ્વારા જણાવાયું હતું. અશ્વ પૂજન ને સફળ બનાવવા માં સહયોગી તમામ મિત્રો નો મોહિત જોશી દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો.